ચેરિટી કમિશનરે પરસોતમ પીપળિયાની અપીલ ફગાવી છતા રિવિઝન કે અપીલ કેમ કરી નથી ?
રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વિરાણી હાઈસ્કૂલ બચાવ સમિતિ દ્વારા આવતી કાલે શનિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોનું મહાસંમેલન યોજવામાં આવેલ છે ત્યારે વિરાણી હાઈસ્કૂલ દ્વારા પણ કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે સાથોસાથ ટ્રસ્ટની મિલ્કતોને વિવાદમાં નાખવા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહેલા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
શ્રી શા.વે.વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, જાહેર ટ્રસ્ટોની પ્રોપર્ટીને જાણ્યે અજાણ્યે વિવાદમાં નાખી વિવાદ ઉભો કરનાર લોકો કાયદાથી પર નથી. કાયદો સૌને લાગુ પડે છે. શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને સંયુકત ચેરીટી કમિશનરે તા.16/5/2023નાં રોજ ચુકાદામાં પરસોતમ પીપળીયા તથા સગીર વિદ્યાર્થીની અપીલ સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. છતાં તેમણે આજ સુધી કોઈ અપીલ, રિવિઝન અરજી કરી નથી.
આ ઉપરાંત ટ્રસ્ટને વળતર આપનાર મ્યુનિ. કમિશનર તથા કલેકટર કે, રાજ્ય સરકારના અધિકારીઓ સામે આજ સુધી નાણાની ઉચાપત અથવા ગેરકાયદેસર હુકમની તપાસ કેમ માંગી નથી કે, ફરિયાદ કેમ કરી નથી ?
યાદીમાં જણાવ્યા મુજબ તા.1-4-1950ની રસીદથી વ્લજી સોમજીએ 8.24 એકર જમીન દુર્લભજી … વેંચાણ કરેલ અને દુર્લભજી વિરાણીએ આ જમીન તા.20/12/1951થી બિનખેતી કરાવેલ હતી. વર્ષ 1955માં પ્રમોલગેશન થતાં 5.06 એકર જમીન સોમજી જીવા પાસે બાકી રહી. તા.11/10/1955નાં પત્રથી વિરાણી વિનય મંદિરની જમીન અને સરકારની જમીનના અદલા બદલા મંજુર થયા હતાં.
સીટી સર્વે નં.2650/1ની પ્રોપર્ટી કાર્ડની વિગતે 34191 ચો.મીટર જમીનની ખાનગી માલીકી શામજી વેલજી વિરાણી ટ્રસ્ઠનાં નામે ચાલતી હતી જે કલેકટરના તા.8/8/2013નાં પત્ર મુજબ નોંધ કરી પ્રોપર્ટીકાર્ડ અલગ કરવામાં આવેલ અને છ અલગ અલગ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતાં.
યાદીમાં જણાવાયું છે કે છેલ્લા અનેક વર્ષોથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને બદનામ કરવ્ માટે અમુક લોકો સક્રિય પ્રયત્ન કરી રહ્યાં છે અને સત્યથી વેગળી હકીકતો રજુ કરીને ઉપજાવેલી હકીકતો સમાજ જીવન સમક્ષ મુકવાનું હિનકૃત્ય કરી રહ્યાં છે. રાજકોટના અગણિત લોકો આ સંસ્થામાં ભણીને હાલે પોત પોતાના ક્ષેત્રમાં આગવું નામ કાઢીને વિરાણી સંસ્થા/ શિક્ષણને ઉજાગર કરી રહ્યાં છે. તેવા સમયે નિમ્નકક્ષાના અને કાયદાથી વિપરીત બાબતોને ચગાવનાર લોકો સામે ખરેખર હકીકત શું છે ? તે મુકવાનું ટ્રસ્ટનું પ્રાથમિક કર્તવ્ય હોય, ટ્રસ્ટ પોતાની રજુઆત કાયદા આધારિત રાખી રહ્યું છે.
વિગતે સીટી સર્વે નં.2450/1 તથા 2450/3, સરકારે ફાળવેલ તથા સીટી સર્વે નં.2950/2ની જમીન શ્રી સામજી વેલજી વિરાણી ટ્રસ્ટ ખાનગી માલીકીની હોય જે વિગત મુજબ સિટી સર્વે સુપ્રી.-1 એ તેવું જણાવી તે રદ કરવા કલેકટર રાજકોટના નિર્ણય અને રાજ્ય સરકારના નિર્ણયથી ઉપરવટ જઈ દરખાસ્ત કરેલ હતી. ખરી હકીકતને સદરહું સતાપ્રકાર સી ના કારણે જ રાજ્ય સરકારેિ તજોરીમાંથી માતબર રકમની જમીન કપાતની રકમ ટ્રસ્ટને મળેલ હતી.
આ પ્રકરણ રાજ્ય સરકાર સુધી સાદર થયેલું હતું. તેમજ સરકારની સુચના થઈ આવતાં રૂપિયા એક કરોડ ચોવ્વીસ લાખ સતર હજાર ત્રણ સો પુરા)નુૈં વળતર નક્કી થયેલ હતું જે પૈકી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને રકમ રૂપિયા પંચાણું લાખ પુરા ચુકવવામાં આવેલ અને સરકારી જમીનનું વળતર કલેકટર રાજકોટને મળવાપાત્ર હતું તે રકમ રૂપિયા બત્રીસ લાખ સતર હજાર ત્રણસો પુરા મળેલ હતું. આમ ખાનગી ટ્રસ્ટ હોવાને કારણે આ વળતર સરકારની તિજોરીમાંથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને મળેલ છે, જે રેકર્ડ આધારિત છે.
શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ ધ્વારા એ.1-27ગું. જમીન શૈક્ષણીક હેતુ માટે આપેલ છે જ. જે ટ્રસ્ટે કયારેય ખાનગી મિલ્કત ગણવાનો પ્રયત્ન પણ કરેલ નથી અને તે અનુસંધાને કોઈ અરજ અહેવાલ કે અપીલો પણ કરેલ નથી.
બાદમાં વિરાણી ટ્રસ્ટએ ચેરીટી કમિશ્નરમાંથી વેંચાણ માટેની પૂર્વ મંજુરી લીધી હતી. પરંતુ પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-1 એ નં.પ્રાંક/અપીલ/લે.રે.કો.ક.-203/કેસ નં.10/2020 અને નં.પ્રાક/અપીલ/રીવીઝન/કેસ નં.1/2020 થી અપીલ દાખલ કરેલ. જે અપીલો ચાલી જતાં શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની વિરૂૂધ્ધ હુકમો થયેલ. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સી.એ.નં.10573/2023 થી હુકમ થતાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 નો હુકમ રદ કરવામાં આવ્યો અને ફરીવખત નિર્ણય થવા કેસ રીમાન્ડ કરવામાં આવ્યો.
બાદમાં પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 એ રીમાન્ડ કેસ ચલાવી તા.20-01-2025 ના રોજ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની વિરૂૂધ્ધ હુકમ કરેલ.
આ રીમાન્ડ કેસ સામે ગુજરાત હાઈકોર્ટમાં મેટર દાખલ કરવામાં આવેલ. જે મેટરમાં હાલે ગુજરાત હાઈકોર્ટે યથાવત પરિસ્થિતી જાળવી રાખવા અંગેનો હુકમ ફરમાવેલ છે અને હાલે આ મેટર પેન્ડીંગ છે.
ખરી હકીકતે ટ્રસ્ટને બદનામ કરવા માંગતા લોકો કાયદાથી ઉપર હોય અને મિડીયા ટ્રાયલ ચલાવીને પોતાનો બદઈરાદો પાર ન પડતા જાણ્યે અજાણ્યે લોકોને સમાજ જીવનના તટસ્થ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહયા હોય એટલે નાછુટકે અને નાઈલાજે સમગ્ર ઘટના ક્રમ રાજકોટની પ્રજા સમક્ષ મુકવાનો નાનો અમથો પ્રયત્ન છે અને આગામી દિવસોમાં ટ્રસ્ટને બદનામ કરનાર નઠારા તત્વો સામે કાયદાકીય રીતે કાયદાનું શસ્ત્ર ઉગામવા માટે ટ્રસ્ટ પુરતા પ્રયત્નો કરી રહેલ છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
