ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી…

પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના

કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ

જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર ડો. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

મૃતકના પરિવારને પાંચ લાખ અને ઇજાગ્રસ્તને 50 હજારની સહાય
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિશ પરમારનું મોત થયું હતું.જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂૂપિયા અને ઘાયલોને 50,000 રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પટેલે બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પએક્સથ પર લખ્યું હતું કે, પગુજરાત સરકાર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરે છે. સરકાર મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂૂપિયા અને ઘાયલોને 50,000 રૂૂપિયાની આર્થિક સહાય આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *