પ્રધાનમંત્રીના સોમનાથ ખાતેના કાર્યક્રમમાં એસ.ટી. બસો ફાળવી દેતા હજારો મુસાફરો રઝળી પડયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ તારીખ 11 મે 2026ના રોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ મહિપતરામ રાવલની યાદી મુજબ તારીખ 11 મે 2026ના રોજ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના આયોજિત થનાર અમૃત મહોત્સવ સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમમાં 2040 એસટી ની બસો રાજ્યભરમાંથી ફાળવી દેવામાં આવી હતી. પ્રજાના ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમમાં જુદા જુદા ડિવિઝનો માંથી એસ.ટી બસો ફાળવી દેવામાં આવી છે. હાલ રાજ્યભરમાં 8550 એસ.ટી ની બસો માં અંદાજે 29 લાખ લોકો નિયમિત અપડાઉન કરે છે તારીખ 10 અને 11 એમ બે દિવસ એસટીની ટ્રિપો કેન્સલ થઈ હતી.

મુસાફરો રઝડી પડયા અને લુંટાયા હતાં. મુસાફરોને કોંગ્રેસ સમિતિની અપીલ છે કે જરૂૂર જણાય તો જ બે દિવસ એસ.ટીમાં મુસાફરી કરજો અન્યથા 45 ડિગ્રી તાપમાનમાં હેરાન પરેશાન થશો. એસ.ટીની ટ્રીપો રદ થતાં ખાનગી વાહનો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લુટ ચલાવી લુંટયા હતાં. ખાસ કરીને હાલ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો ફાળવવા દેવામાં આવી ત્યારે ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની હાલત કફોડી બની હતી.

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં નવે નવી બસો ફાળવી દેવામાં આવી જેથી મુસાફરોને ભંગાર, ખખડધજ અને ભાઠા જેવી જૂની બસો ગમે ત્યારે બ્રેક ડાઉન થઈ જાય તેવી બસો રૂૂટ પર ચલાવવામાં આવી હતી. વડાપ્રધાન, મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં આ રીતે સરકારી વાહનનો દૂરપયોગ બંધ કરવો જોઈએ ચૂંટણી સમયે જે રીતે ખાનગી બસો અને વાહનો કબજે કરે છે તે રીતે વાહનો ડીટેઇન કરી વાહનોને નિયમ મુજબ ભાડું ચૂકવવું જોઈએ એસટી તંત્રના વાહનોને આ રીતે તાયફા અને કાર્યક્રમમાંથી મુક્તિ મળવી જોઈએ.

ગત વખતે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે 5500 ટ્રીપ કેન્સલ કરી 2000 એસ.ટીની બસો ફાળવવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાજ્ય સરકારે એસટી તંત્રને કેટલા નાણા ચૂકવવાના બાકી છે તેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવા અંતમાં હેમાંગ રાવલે માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *