પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત

શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ…

શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ આપઘાત કર્યો હતો. યુવતીએ મરતા પહેલાં હાથમાંથી લોહી નીકળતું હોય તેવો વીડિયો પણ પતિને મોકલ્યો હતો. પોલીસે યુવતીને મરવા મજબુર કરવા પતિ સામે ગુનો નોંધ્યો છે.

પોરબંદરના છાંયા જડેશ્વર મંદિર સામે સાંઢીયાવાડ વાડમાં રહેતા અશોકભાઈ રમણીકલાલ મોદીની દીકરી અંજલીએ માતા-પિતાની જાણ બહાર 8/7/2025ના રોજ છાંયામાં રહેતા રૂૂષિક રાજેશ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની 19/7/2025ના રોજ પોરબંદર મનપા ખાતે કાયદેસર નોંધણી કરાવી હતી.

લગ્ન પ્રમાણપત્ર પણ મેળવી લેવામાં આવ્યું હતું. લગ્ન બાદ અંજલીને કોઈ કારણોસર મેરેજ સર્ટિફિકેટની સખત જરૂૂરિયાત ઊભી થઈ હતી. અંજલીએ પતિ રૂૂષિક પાસે વારંવાર પ્રમાણપત્ર આપવા માગણી કરી હતી. રૂૂષિક સર્ટિફિકેટ આપતો ન હતો. અંજલીએ કાલાવાલા કર્યા હતા.

પ્રમાણપત્ર નહીં આપો તો હું મરી જઈશ તેવી આજીજી પણ કરી અંજલીએ હાથમાંથી લોહી નીકળતું હોય તેવા વીડિયો પતિને મોકલ્યા હતા છતાં રૂૂષિકનું દિલ પિગળ્યું ન હતું. આખરે અંજલીએ 23/6/2026ના રોજ બપોરે પોતાના રૂૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં અંજલીના પિતા અશોક રમણીકભાઈ મોદીએ રૂૂષિક રાજેશ ચૌહાણ સામે યુવતીને મરવા મજબૂર કરવાની ફરિયાદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *