ફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુ

દક્ષિણ પશ્ચિમ નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ…

દક્ષિણ પશ્ચિમ નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી.
આ અંગે વધુ માહિતી આપતાં ગવર્નર સેયી માકીન્ડેએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુ:ખદ ઘટના છે. હજી સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 30 બાળકોના ધક્કામુક્કીમાં ચકદાઈ જવાથી મૃત્યુ થયા છે.

અનેક લોકોને ઇજાઓ થઇ છે જે બાળકો મૃત્યુ પામ્યા છે, તેમના માતા-પિતા પ્રત્યે અમારી પૂરેપુરી સહાનુભૂતિ છે. આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે તથા નેશનલ ઇમર્જન્સી સર્વિસને કામે લગાડાઈ છે.

સ્થાનિક મીડિયા જણાવે છે કે, વીમાન-ઇન-નીડ-ઓફ-ગાઈડન્સ એન્ડ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આ ફનફેરનું આયોજન કરાયું હતું. ગત વર્ષે પણ તેઓએ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓયો સ્થિત અગીડીગ્બો એફએમ રેડીયો જણાવે છે કે, આ કાર્યક્રમના આયોજકોએ એવું જાહેર કર્યું હતું કે, જે બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઇ પહેલા, બીજા, ત્રીજા આવશે તે બાળકોને સ્કોરશીપ તથા ઘણી સુંદર ભેટો અપાશે.
આ કારણસર જ પ્રમાણમાં ઓછી જગામાં બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થયાં હતા તેથી ધક્કામુક્કી થઇ અને તેમાં 30 બાળકોના મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *