હમ નહીં સુધરેંગે, પાકિસ્તાને ફરી IPL સાથે PSLની જાહેરાત કરી

  મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેનો એક જ ધ્યેય હોય તેવું લાગે છે. ભારતીય ક્રિકેટ સાથે પંગો લેવો. ચેમ્પિયન્સ ટ્રોફી…

 

મોહસીન નકવીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેનો એક જ ધ્યેય હોય તેવું લાગે છે. ભારતીય ક્રિકેટ સાથે પંગો લેવો. ચેમ્પિયન્સ ટ્રોફી હોય, ટી20 વર્લ્ડ કપ હોય કે એશિયા કપ હોય, મોહસીન નકવીએ સતત ઇઈઈઈંનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો છે, ક્યારેક તેના નિવેદનો દ્વારા તો ક્યારેક તેની હરકતો દ્વારા. તે પાકિસ્તાન સુપર લીગ દ્વારા પણ આ જ કરી રહ્યો છે, તેથી જ તે IPL 2027 ની સાથે લીગની નવી સીઝનનું આયોજન કરી રહ્યો છે. પાકિસ્તાન બોર્ડ ઓફ ની ટી20 લીગ,PSL ની આગામી સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. ઙઈઇ એ ગુરુવાર, 8 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે લીગની 12મી સીઝન 18 માર્ચથી 2 મે, 2027 દરમિયાન યોજાશે. આ સતત ત્રીજી સીઝન છે જેમાંPSL માર્ચ-એપ્રિલ વિન્ડોમાં એટલે કે IPL સમયે જ યોજાશે. અગાઉની બે સીઝનમાં ઈંઈઈ ટુર્નામેન્ટ- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ટી20 વર્લ્ડ કપ 2026ના કારણે માર્ચમાં આયોજન કરવાનું કારણ બતાવ્યું હતું, પરંતુ આ વખતે એવું નથી. વિશ્વની સૌથી મોટી ટી20 લીગ IPL હંમેશા માર્ચના અંતથી મેના અંત સુધી યોજાતી હોય છે. મોટાભાગના વિદેશી ખેલાડીઓ આ લીગને પ્રાથમિકતા આપે છે. ગયા સિઝનમાં આ સ્પષ્ટ થયું હતું, જ્યારે કેટલાક ખેલાડીઓPSL હરાજીમાં પસંદ થયા હોવા છતાં, તક મળતાની સાથે જ ઈંઙકમાં ઓફર સ્વીકારી લીધી હતી. આમ છતાં, પાકિસ્તાની બોર્ડ IPL ની સાથેPSL નું પણ આયોજન કરી રહ્યું છે.PSL સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *