પીજીવીસીએલ દ્વારા આગામી તા.25મી ફેબ્રુઆરીથી વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કામવાની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ (શહેર સિવાય) જિલ્લામાં જ 2.91 લાખથી વધુ જુના બાકીદારોનું લિસ્ટ બનાવી જે તે ડિવિઝન અને સબડિવિઝનને મોકલી આપવામાં આવ્યું છે.
પીજીવીસીએલની સતાવાર માહિતી મુજબ રાજકોટ જિલ્લાના પાંચ ડિવીઝન અને 35 સબ ડીવીઝન હેઠળ આવતા ગ્રામ્ય તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કુલ બે લાખ 91 હજાર 965 વીજ ગ્રાહકો ડિફોલ્ટર છે અને આવા ગ્રાહકો પાસેથી કુલ રૂા.65.89 કરોડની રકમ લેણી નીકળે છે.
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા શાપર-વેરાવળમાં 4428, પારડીમાં 7006, લોધિકા ગ્રામ્યમાં 8256, રાવકી ઇન્ડસ્ટ્રીઝમાં 6309, મેટોડામાં 5381, કુવાડવા રૂરલમાં 8804, રોણકીમાં 10008 અને પડધરીમાં 14895 બાકીદારો છે.
જયારે ગોંડલ ડિવીઝનમાં ગોંલડ ગ્રામ્ય-1માં 10506, ગ્રામ્ય-2માં 8485, ભુણવામાં 7099, કોટડા સાંગાણીમાન 11554, વાસાવડમાં 15421 અને ગોંડલ શહેરમાં 20312 વીજ ગ્રાહકોએ બીલ ભર્યા નથી. આજ રીતે જસદણમાં 14791, આટકોટમાં 16115, મોઢુકામાં 10122, ત્રંબામાં 10812, સરધારમાં 7767 અને વિંછીયામાં 9079 વીજ ડિફોલ્ટરો છે.
