રૂડાના આવાસમાં ગુંડા તત્વોના વારંવાર ત્રાસથી ભારે રોષ

રાજકોટમાં આજે આવાસ ફાળવણીના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. પરિશ્રમ ટાઉનશિપના આશરે 200 જેટલા સ્થાનિક રહીશો દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરી ખાતે વિરોધ…

રાજકોટમાં આજે આવાસ ફાળવણીના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. પરિશ્રમ ટાઉનશિપના આશરે 200 જેટલા સ્થાનિક રહીશો દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને રાજકોટ પોલીસ કમીશનર કચેરી પણ પહોંચ્યા હતા. સ્થા

નિક રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે, રૂૂડા દ્વારા એવા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે, જેમને ખરેખર ઘરની જરૂૂરિયાત નથી. સ્થાનિક મહિલાઓ અને એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, જેમને આવાસ ફાળવાયા છે, તેઓ સોસાયટીમાં આવીને વારંવાર માથાકૂટ કરે છે અને સોસાયટીનું તંત્ર ખોરવી રહ્યા છે. રહીશોની મુખ્ય માંગણીઓ છે કે જેમને આવાસની જરૂૂરિયાત નથી તેમને ફાળવાયેલા આવાસ રદ કરવામાં આવે.કોઈપણ પ્રકારના સર્વે વગર જેમને પ્લોટ ફાળવી દેવાયા છે, તેની તપાસ કરવામાં આવે. સોસાયટીમાં શાંતિ જળવાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *