બોટમાં બેસી અને યાત્રિકો અસ્થી વિસર્જન, પીંડદાન, સહિતની વિધિઓ કરી શકતા નથી
સોમનાથ ત્રિવેણી સંગમમા જે બોટ ચાલુ હતી તે બંધ છે સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ આવેલ છે જે હિરણ સરસ્વતી અને કપીલા નદિ નો સંગમ છે અને આ સ્થળને લોકો ખુબજ પવિત્ર માને છે જેથી દેશ વિદેશથી લોકો આવે છે અને ધાર્મિક વિધિઓ કરે છે અને સાથે આ વિશાળ ત્રિવેણી સંગમમા બોટીંગની સુવિધા હોવાથી વિહાર કરે છે અને ખુબજ આનંદ અનુભવે છે સાથે બોટીંગમા બેસીને અસ્થિ વિસર્જન પિન્ડદાન સહિત ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે બોટમા કથા ઓ પણ થયેલ છે પરંતુ આ બાટ ધણા સમયથી બંધ હોવાથી યાત્રિકો સોમનાથ દર્શને આવે છે ત્યારે ત્રિવેણી સંગમ આવે છે અને ખાસ પરીવાર સાથે બોટીંગમા ત્રિવેણી સંગમની સફર કરે છે પરંતુ બોટ બંધ હોવાથી નિરાશ થઈ પરત ફરે છે તેમજ સ્થાનિક લોકો પણ ફેમિલી સાથે રજાના દિવસોમા બોટની સફર કરે છે તેવો પણ ખુબજ નિરાશ છે.
આ બોટ તત્કાલીન કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તા.2,3,25ના રોજ શરૂૂઆત કરાવેલ અને જણાવ્યું હતું કે આ બોટના તમામ ડોક્યુમેન્ટ પુરા છે અને બોટ શરૂૂ કરાવેલ અને તેવોએ બોટમા સફર પણ કરેલ અને ત્રિવેણી સંગમ અને આજુબાજુના વિસ્તારનો વિકાસ પણ કરવા જણાવ્યું હતું સાથે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સાંજે આરતી પણ શરૂૂ કરાવેલ અને લોકોને બોટ દ્વારા આ આરતીનો લાભ લેવા જણાવ્યું
પરંતુ ચોમાસા બાદ આ ત્રિવેણી સંગમ છલોછલ ભરાયેલ છે છતા કોઇ કારણોસર અત્યારે ત્રિવેણી સંગમમા બોટીંગની સુવિધા બંધ છે.
અત્યારે ત્રિવેણી સંગમમા આરતી ચાલુ છે અને આ આરતીમા જીલ્લાના અધિકારી ઓ પણ સામેલ થાય છે તો આ બોટીંગની સુવિધા બંધ છે તેવોને નહિ દેખાતી હોય તે મોટો પ્રશ્ન છે જેથી દુર દુરથી આવતા યાત્રિકો અને સ્થાનિક લોકો ખુબજ નિરાશ છે જેથી આ બોટ તાત્કાલિક શરૂૂ થાય તેવું યાત્રિકો અને સ્થાનિક લોકોમા જોરદાર માંગણી ઉઠેલ છે.
