ભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈ

જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ…

જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને હોટલ સંચાલક સામે વિજ પોલીસ મથક માં પાવર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ને ચોક્કસ માહિતી મળી હતી, કે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના પાટીયા નજીક આવેલી રાધે હોટલ કે જેમાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયેલું નથી, તેમ છતાં તેમાં વીજ પ્રવાહ ચાલુ છે, જેથી ગઈકાલે રાત્રે ચેકિંગ ટુકડી હોટલ પર ત્રાટકી હતી. જે દરમિયાન હોટલમાંથી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી હોટલના સંચાલક લક્ષ્મણભાઈ સોમાતભાઈ ગોજીયા સામે જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને 23,02,629.16 પૈસા નું બિલ ફટકારવામાં આવ્યું છે, અને એક લાખ ચાલીસ હજારનો કમ્પાઉન્ડીંગ ચાર્જ પણ ફટકારાયો છે.

ગેરકાયદે માછીમારી કરતાં ઝડપાયો
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિન-રજીસ્ટર્ડ બોટ દ્વારા માછીમારી કરતા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, તા. 08/04/2026ના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે બેડી જુના બંદર જેટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક બોટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન માલુમ પડ્યું કે બોટ પર નામ અને રજીસ્ટ્રેશન નંબર દર્શાવવામાં આવેલ ન હતો તેમજ બોટ રજીસ્ટ્રેશન વગર માછીમારી કરવામાં આવી રહી હતી. પોલીસે મહેબુબ કાસમ સંઘાર (ઉંમર 35, રહે. માઘાપર-ભુંગા, જામનગર) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને ગુજરાત ફિશરીઝ એક્ટ કલમ 21(1)(ચ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *