જામનગરના સિદ્ધાર્થ નગરની ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ

જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા…

જામનગર ના સિધાર્થ નગર વિસ્તાર માં બે દિવસ પહેલા ઘરફોડ ચોરી નો ગુનો નોંધાયો હતો. જે ગુના નો ભેદ ઉકેલવા માં એલસીબી પોલીસ ને સફળતા મળી છે, અને એક આરોપી ને ચોરાઉ ઘરેણા સાથે ઝડપી લીધો છે.
એલસીબી ના પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન સ્ટાફ ને બાતમીદારો થી હકિકત મળેલી કે, ગઇ તા.05/02/2026 ના જામનગર શહેરમાં વુલનમીલ સિધ્ધાર્થનગર માં રહેતા પવિણભાઇ નારણભાઇ બગડા ના બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાથી સોના ચાંદીના દાગીના ની ચોરી થયેલ. આ ગુના નો આરોપી શની જેસીંગભાઇ કોળી ( રહે.દિજામ સર્કલ પાસે બાવરીવાસ જામનગર) હાલ જામનગર શહેર માં બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે મુદામાલ સાથે ઉભેલ છે. તેવી હકિકતના આધારે દરોડો પાડી તેને ઝડપી લેવાયો છે. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના રૂૂ.92,000, ચાંદીના દાગીના રૂૂપીયા 8,500 મળી કુલ રૂૂ.1,00,500 નો મુદામાલ કબજે કર્યો છે. અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *