જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી

જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સ ની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ…

જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા અને ઓટો પાર્ટ્સ ની દુકાન ધરાવતા અશ્વિનભાઈ રમણીક લાલ ધારવિયાની ખીમરાણા ગામના પાટીયા પાસે આવેલી ઓટો પાર્ટસની દુકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી. દુકાન ની પાછલી બારીના લોખંડના સળિયા વાળી તસ્કરોએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને લોખંડના ઘોડામાં રાખવામાં આવેલા ટ્રકના જુદા જુદા સ્પેરપાર્ટ વગેરે સહિત કુલ રૂૂપિયા 37,600 ની કિંમતના માલસામાનની ચોરી કરી લઈ ગયા હતા.

જે બનાવ અંગે અશ્વિનભાઈ એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એએસઆઈ એન બી જાડેજા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *