વઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયો

વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને…

વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘનશ્યામ કાંજિયાને મેમકા ગામ પાસે ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં ઝડપવામાં આવ્યો હતો. તેને નિયમિત મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન, આરોપીએ બાથરૂૂમ જવાનું બહાનું કાઢ્યું હતું. આ તકનો લાભ ઉઠાવીને તે પોલીસની નજર ચૂકવીને રફુચક્કર થઈ ગયો હતો.આરોપીના નાસી છૂટવાના સમાચાર મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વઢવાણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *