રાજકોટ રિસામણે આવેલી પરિણીતાની ફરિયાદ પરથી મોરબીના સાસરિયા સામે ગુનો નોંધાયો
નશાખોર પતિ મારઝુડ કરતો, સાસુ-સસરા અને નણંદો કહેતી કે તુ આવી છો ત્યારથી અમારા ઘરમાં અશાંતિ છે
પતિએ વીડિયો કોલ કરી રિસામણે રહેતી પત્નીને ગાળો આપી, છેલ્લે તુ તારી રીતે રહેજે મે બીજી શોધી લીધી છે તેમ કહ્યુ !
રાજકોટ ફોર્ચ્યુન હોટેલ પાછળ જેનીશ એપાર્ટમેન્ટ ફલેટ નં. 101માં રહેતાં ગાયીકા સીંગર અલ્પાબેન તેજસભાઇ રાવલ (ઉ.વ.35)ની ફરિયાદ પરથી મોરબીના સકતશનાળા ગામે રહેતાં તેણીના પતિ તેજસ રાવલ, સસરા રાજેશભાઇ રાવલ, સાસુ મધુબેન, નણંદો અંકિતાબેન, પૂનમબેન અને દિયર ધ્રુવિલ વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અલ્પાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે,હાલ માતા ક્રિષ્નાબેન સાથે એકાદ વર્વાથી રહુ છું. મારા પિતા હયાત નથી. હું સિંગર તરીકે કામ કરુ છું. મારા લગ્ન વર્ષ 2023માં મોરબીના તેજસ રાજેશભાઇ રાવલ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા છે.લગ્નના થોડા સમય બાદ મારા સાસુ-સસરાએ કહેલું કે-તેજસને પીવાને ટેવ છે, તમે સાચવી લેજો. ત્યારે મેં કહેલુ કે તમારે લગ્ન પહેલા આ ચોખવટ કરાય ને તો હું લગ્ન ન કરત. આ કારણે અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.
લગ્નના દોઢેક મહિના બાદ પતિ દારૂૂ પી ઘરે આવતાં મેં તેને ક્યાં પીને આવ્યા છો? તેમ પુછતાં તેણે તું કોણ પુછવાવાળી, મને મારા મા-બાપ પણ કંઇ કહેતા નથી કહી ગાળો દેતાં મેં તેને સમજાવી સુવડાવી દીધા હતાં.એક દિવસ પતિ ફુલ દારૂૂ પીને આવતાં જઘડો થતાં મને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી મેં મારા માતા-ભાભીને જાણ કરતાં તે મને તેડવા આવ્યા હતાં. લગ્નના બે મહિના બાદ પહેલીવાર હું રાજકોટ આવી હતી. એ પછી પંદર દિવસ બાદ તેજસ દારૂૂ નહિ પીવે તેમ કહી સમજાવી મને તેના ઘરે તેડી ગયા હતાં.
મારે જ્યાં ઇવેન્ટ હોય ત્યાં ઓર્ગેનાઇઝરને પણ તેજસ ફોન કરી મારા વિશે જેમ તેમ બોલી મને કામ નહિ આપવાનું કહી ગાળો દેતો હતો. એક વખત હું રાજકોટથી મોરબી ઇવેન્ટમાં જતી હતી ત્યારે મોરબી રોડ પર ખજુરા હોટલ પાસે તેજસે તેની ગાડીથી મારી ગાડીને ટક્કર મારી ઉભી રખાવી હતી. પછી તેણે ગાડીમાંથી ઉતરીને મને ગાળો દીધી હતી. મેં સાસુ-સસરાને જાણ કરતા તેણે પણ મને તું રોડ પર આબરૂૂના ધજાગરા કરે છે ઘરે આવતી રહે તેમ કહી ગાળો દીધી હતી અને કહેલુ કે તેજસ દારૂૂ પીવે છે તે તને ખબર જ છે. આ વખતે રિક્ષાવાળા ભાઇઓએ તેજસને સમજાવ્યો હતો.
બાદ હૂ ત્યાંથી ઇવેન્ટમાં જવા નીકળી ગઇ હતી. હું પતિ, સાસુ, સસરા, દિયર ધ્રુવીલ, નણંદ અંકિતા અને પૂનમબેનના ત્રાસથી ટોર્ચરથી કંટાળી પાંચમી વખત મારા માવતરે આવી ગઇ હતી. ફરીથી તેજસ અને તેના પરિવારજનોએ મને સમજાવી હતી કે હવે તેજસ દારૂૂ નહિ પીવે. તમે બંને અલગ રહેજો તેમ કહી મને તેડી ગયા હતાં. વર્ષ 2024ના જાન્યુઆરીમાં હું પ્રેગનન્ટ થતાં પતિએ ત્યારે પણ દારૂૂ પી ટોર્ચર કરી પઆ બાળક બીજાનું છેથ કહી ઝઘડો કર્યો હતો. મેં સાસુ, સસરા, નણંદ, દિયરને આ વાત કરતાં તેણે પણ તેજસનો પક્ષ તાણ્યો હતો અને કહ્યું હતું કે-તું ઘરે આવી પછી અમારા ઘરમાં અશાંતી ઉભી થઇ છે, તેમજ ગાળ દઇકોઇ દિવસ રાણી બની ન શકે તેવા શબ્દો કહી બાળક બીજાનું છે તેમ કહી તું માવતરેથી શું લાવી છો? કહી દહેજની માંગણી કરી હતી.
ત્યારબાદ મારે પ્રેગનન્સીનો ત્રીજો મહિનો હોઇ મીસ કેરેજ થઇ જતાં પતિ દારૂૂ પીધેલો હોઈ મને હોસ્પિટલે લઇ ગયેલ નહિ. સાસુ-નણંદ મને દવાખાને લઇ ગયા હતાં. એ પછી પણ તેજસ દારૂૂ પી કહેતો કે તે રાજકોટ દવા લઇ બાળક પડાવી નાંખ્યુ છે. એ પછી ફરી મારજુડ કરી હતી. મેં ફરી સાસુ-સસરા-દિયર, નણંદોને વાત કરતાં આ લોકોએ પણ ગાળો દઇ બીજાનું બાળક હતું એટલે જ તે પડાવી નાંખ્યું છે તેમ કહી મેણા મારી ટોર્ચર ચાલુ રાખ્યું હતું. સતત ત્રાસ અપાતો હોઇ 2024ના મે મહિનામાં મને મારા માતા-ભાભી ફરી રાજકોટ તેડી ગયા હતાં.
ત્યારથી એટલે કે એકાદ વર્ષથી હવે હું રાજકોટ છું. હજુ પણ તેજસ મને વ્હોટ્સએપમાં મેસેજ, વિડીયો કોલ કરી ગાળો દઇ અપમાનજક શબ્દો બોલી તું તારી રીતે રહેજે, મેં બીજી ગોતી લીધી છે તેમ કહી ગાળો દેતો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી.