શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મગજ ભમતો હોવાથી ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સતનામ સોસાયટીમાં રહેતાં વૃધ્ધે ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ, થોરાળા વિસ્તારમાં ખીજડાવાળા મેઈન રોડ પર રહેતા રેશ્મા કમલેશભાઈ પરમાર (ઉ.30) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ફીનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેનાં લગ્ન 12 વર્ષ પહેલા થયેલ હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં મગજ ભમતો હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જ્યારે બીજા બનાવમાં પુનિતનગર પાસે આવેલી સતનાન સોસાયટી શેરી નં2માં રહેતા બાબુભાઇ ગોવિંદભાઇ જોટાણીયા (ઉ.વ.63) નામના વૃધ્ધે આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘઉંમા નાખવાના ટીકડા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે.
