ગાંડી વેલ થાંભલે ચડી, સ્ટ્રીટ લાઇટો અદૃશ્ય

ગંદકીના ઘર જેવા ખૂલ્લા પ્લોટોની તાત્કાલિક સફાઇ કરવા કોંગ્રેસના કાર્યાલય મંત્રીની રજૂઆત કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી જણાવેલ છે કે ,…

ગંદકીના ઘર જેવા ખૂલ્લા પ્લોટોની તાત્કાલિક સફાઇ કરવા કોંગ્રેસના કાર્યાલય મંત્રીની રજૂઆત

કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી જણાવેલ છે કે , શહેર ના વોર્ડ નંબર 03 ના સદગુરુ પાર્ક શેરી ન. 01 થી 07 રાજકોટ- માધાપર ઓવર-બ્રિજ વિસ્તારમાં આવેલ જાહેર લાઇટના થાંભલા પર ગાંડીવેલ અને ઝાંખરા વધુ પ્રમાણમા ફેલાઈ ગયા છે જેના કારણે થાંભલાની પ્રકાશ વ્યવસ્થા સંપૂર્ણપણે અસરગ્રસ્ત થઈ ગઈ છે. રાત્રિના સમયે પ્રકાશ ન મળતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડે છે તેમજ અકસ્માતની સંભાવના પણ વધી જાય છે.

તે ઉપરાંત, વિસ્તારના ખાલી પડેલા અનેક પ્લોટોમાં ગંદકી, જંગલી વનસ્પતિ અને બિન જરૂૂરી વનસ્પતિ ખૂબ જ મોટી માત્રામા ફેલાઈ ગઈ છે.

પત્રમા રોશની શાખા અને ગાર્ડન શાખા સંયુક્ત રીતે લાઇટના થાંભલા પર ચડેલી વેલ તાત્કાલિક દૂર કરે , વિસ્તારમા આવેલા ખાલી પ્લોટોના માલિકોને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નોટિસ આપી સફાઈ , વનસ્પતિ દૂર કરવાનું કામ અને ગંદકી નિવારણની કાર્યવાહી કરે તેમજ જો માલિકો દ્વારા કાર્યવાહી ન કરવામા આવે તો મહાનગરપાલિકા દ્વારા સ્વયં કાર્યવાહી કરી જરૂરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગણી જયદીપ મયાત્રા દ્વારા કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *