જામનગર સજુબા સ્કૂલ અને શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા રોકાણ શાખાની ટીમ ત્રાટકી

જામનગર શહેરના સજુબા સ્કૂલ નજીક શાકમાર્કેટ તરફ જતા માર્ગ પર ટ્રાફિકને નડતરરૂૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં…

જામનગર શહેરના સજુબા સ્કૂલ નજીક શાકમાર્કેટ તરફ જતા માર્ગ પર ટ્રાફિકને નડતરરૂૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન માર્ગ પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા ટેબલ, વજનકાંટા, છત્રીઓ સહિતનો સામાન જપ્ત કરવામાં આવતા પથારાવાળાઓમાં દોડધામ મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, લાંબા સમયથી સજુબા સ્કૂલ આસપાસના વિસ્તારમાં શાકભાજી અને અન્ય પથારાવાળાઓ માર્ગ પર જ ટેબલ, છત્રીઓ અને અન્ય સાધનો ગોઠવી વેપાર કરતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ અંગે મળતી ફરિયાદોને પગલે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન 36 નંગ કેરેટ, 16 ટેબલ, 36 પાઈપ અને 18 વજનકાંટા સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ માર્ગ પર દબાણ ન કરવા અને જાહેર માર્ગ ખુલ્લો રાખવા વેપારીઓને સૂચના પણ આપી હતી. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે માર્ગ પર વેપાર કરતા શાકભાજી અને અન્ય પથારાવાળાઓમાં દોડધામ જોવા મળી હતી. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે આવી કાર્યવાહી સમયાંતરે થાય છે, પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી દબાણો થઈ જતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે.

સ્થાનિક નાગરિકોનું માનવું છે કે સજુબા સ્કૂલ અને શાકમાર્કેટ વિસ્તારની દબાણની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સતત દેખરેખ અને નિયમિત કાર્યવાહી જરૂૂરી છે.
હાલમાં પણ પ્રશ્ન યથાવત છે કે ટ્રાફિકને નડતરરૂૂપ દબાણોની સમસ્યાનું કાયમી સમાધાન ક્યારે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *