તંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ

બસ સ્ટેન્ડમાં દારૂની ખાલી કોથળિયું પડી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા એસટી તંત્ર હરકતમાં આવ્યું રાજકોટ ડિવિઝન દ્વારા માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબીના મુસાફરો માટે…

બસ સ્ટેન્ડમાં દારૂની ખાલી કોથળિયું પડી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા એસટી તંત્ર હરકતમાં આવ્યું

રાજકોટ ડિવિઝન દ્વારા માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબીના મુસાફરો માટે બનાવવામાં આવેલ એસટીનો પોઇન્ટ બંધ કરી દેવાતા ત્યા અસમાજીક તત્વોએ અડ્ડો બનાવતા દારૂની ખાલી કોથળીઓ મળી હતી. જે અંગે વર્તમાન પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થતા અને ઉચ્ચકક્ષાએ તેના પડધા પડતા રાજકોટ વિભાગીય નિયામક દ્વારા એસટી પોઇન્ટની તાકીદે સાફ સફાઇ કરાવી હતી અને ત્યા સિકયુરીટી ગાર્ડ મુકશે અને કેન્ટીંગ શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા 150 ફૂટના રિંગ રોડ પર માધાપર ડેપો પરના એસ.ટી બસ સ્ટેશન ખાતે પોલ ખોલ કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ બસ સ્ટેશનની બદતર હાલત અંગે પર્દાફાશ કરવામાં આવેલ હતો.

અને આ અંગે બસ સ્ટેશનમાંથી મળેલી દેશી દારૂૂની ખાલી કોથળીઓ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને એસ.ટી.ના મેનેજિંગ ડાયરેક્ટર અને વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

જેના અહેવાલો રાજકોટના સ્થાનિક દૈનિક વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતા એસ.ટીના અધિકારીઓ ચોકી ગયા હતા એસ.ટીના કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાનો જે પ્રયાસ કરવામાં આવેલ હતો તેમાં સફળતા મળી છે. આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ મુજબ માધાપર બસ સ્ટેશનનુ સફાઇ કરવામાં આવી છે. એસ.ટીના અધિકારીઓએ જાહેર કર્યું છે કે સિક્યુરિટી ગાર્ડ મુકાશે કેન્ટીંગ ધમધમતી કરાશે. ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ રજૂઆતને સફળતા મળી છે. તેમજ ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *