દરબારગઢ, માંડવી ટાવર વિસ્તારમાં રેંકડી-પથારાવાળાઓનો ત્રાસ
જામનગર શહેરના દરબાર ગઢ અને માંડવી ટાવર વિસ્તારમાં આવેલા દિલીપ ઘૂઘરાવાળા ચોક વિસ્તારમાં રોડ પર આડેધડ રેંકડી અને પથારા વાળા ધંધાર્થીઓનું સામ્રાજ્ય જામી ગયું છે. હાઇકોર્ટના સ્પષ્ટ હુકમ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દિવસેને દિવસે આ દબાણો વધતા જ જાય છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાઇકોર્ટ દ્વારા આવા દબાણો દૂર કરવાના આદેશ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દિવસેને દિવસે આ દબાણો વધતા જ જાય છે.આ વિસ્તારમાં રહેતા લોકો અને વાહનચાલકોએ જણાવ્યું હતું કે, આ દબાણોના કારણે રસ્તા સંકડા બની ગયા છે અને વાહન વ્યવહારને અસર થઈ રહી છે.
આ ઉપરાંત, આ દબાણોના કારણે સ્વચ્છતાની સમસ્યા પણ ઉભી થઈ છે. સ્થાનિક રહીશોએ અનેક વખત તંત્રને આ અંગે રજૂઆત કરી હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને આ દબાણો કોણ કરી રહ્યું છે અને તંત્ર આ મામલે શા માટે મૌન છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે, તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ દબાણો દૂર કરે અને ભવિષ્યમાં આવા દબાણો ન થાય તે માટે પગલાં લે. સ્થાનિક વેપારીઓએ અધિકારીઓ, પદાધિ કારીઓને અનેકો વખત રજૂઆતો અને આવેદનો આપ્યા છે, છત્તા કોઈ નોંધ લેતું નથી,આ દબાણ કર્તાઓ પર કોની મીઠી નજર અને કોનો મીઠો હાથ છે..? એ ચર્ચા નો વિષય બન્યો છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે, તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ દબાણો દૂર કરે અને ભવિષ્યમાં આવા દબાણો ન થાય તે માટે પગલાં લે. આ મામલે જો તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી તો, સ્થાનિક લોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
