વોર્ડ ઓફિસેથી બીલ મેળવી વેરો ભરી દેવા મનપાનો અનુરોધ, તા.1-10 થી વ્યાજ શરૂ થશે
મનપાનાં વેરા વિભાગનુ નવુ વર્ષ ઓકટોબર મહીનાથી શરુ થતુ હોય છે જે અંતર્ગત હવે મિલ્કત વેરો બાકી હોય તેવા 1.70 લાખ આસામીઓને અનુરોધ કરી તા. 30 સુધીમા વેરો ભરપાઇ કરવાની સુચના અપાઇ છે નહી તો 1 ઓકટોબરથી બાકીદારો ઉપર 18 ટકા વ્યાજનુ ભારણ ચઢશે. અને અત્યાર સુધીમા બાકીદારોની 116 મિલ્કતો સીલ કરવામા આવી હોવાનુ વેરા વિભાગે જણાવ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025 થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:-29-09-2025 ના રોજ કુલ 3,74,369 કરદાતા દ્રારા રૂૂ.286.61 કરોડ ની વસુલાત થવા પામેલ છે. વર્ષ 2025-2026 માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-1 માં કુલ 5, વોર્ડ નં-2 માં કુલ 5, વોર્ડ નં-3 માં કુલ 12, વોર્ડ નં-5 માં કુલ 2, વોર્ડ નં-7 માં કુલ 45, વોર્ડ નં-8 માં કુલ 4, વોર્ડ નં-9 માં કુલ 6, વોર્ડ નં-10 માં કુલ 8, વોર્ડ નં-11 માં કુલ 8, વોર્ડ નં-12 માં કુલ 8, વોર્ડ નં-13 માં કુલ 1, વોર્ડ નં-14 માં કુલ 4, વોર્ડ નં-17 માં કુલ 6 અને વોર્ડ નં-18 માં કુલ 2 મિલકતોને સીલ કરવામાં આવેલ છે, આમ, 09-04-2025 થી 29-09-2025 સુધીમાં કુલ 116 મિલકતોને સીલ કરવામાં આવેલ છે.
આ કામગીરી માનનીય કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા સેન્ટ્રલ ઝોન ના આસી.કમિશ્નર સમીર ધડુક તથા વેસ્ટ ઝોનના આસી. કમિશ્નર દીપેન ડોડીયા તથા વેસ્ટ ઝોનના આસી.કમિશ્નર એચ.પી.રૂૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટર ઓ દ્રારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
મિલકતધારકોને વેરા બીલ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જે મિલ્કતધારકોને વેરા બીલ ન મળેલ હોઈ તેઓને લગત વોર્ડ ઓફિસેથી મિલકતવેરાનાં બીલો મેળવી લેવા તથા તારીખ:01.10.2025થી નિયમનુસાર વ્યાજ લાગુ પડશે.
રાજકોટ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે પોસ્ટ દ્રારા મિલકત વેરા બીલની બજવણી કરવામાં આવેલ છે.
જે પણ મિલકતધારકોને મિલકત વેરા બીલ મળેલ ન હોય,તો તેઓ ઓફિસ સમય દરમિયાન લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરી પોતાની મિલકતના બિલ મેળવી શકે છે. જે મિલકતધારકોને મિલકત વેરાનાં બિલ ના આવતા હોય તો તેવા મિલકતધારકોએ પોતાની મિલકતની નવી-આકારણી તથા વેરા બિલની ચકાસણી કરવા માટે લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો તથા પોતાની મિલકતના વેરા બિલની પ્રિન્ટઆઉટ મેળવી લેવી. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.01-10-2025 થી વર્ષ 2025 નું મિલકત વેરાનું વ્યાજ નિયમોનુસાર વસુલ કરવામાં આવશે. જેની તમામ મિલકતધારકોએ ખાસ નોંધ લેવી.
