ચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!

મોરબી ના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીના કૂવામાં વિચિત્ર ઘટના બની રહી છે. વાડીના માલિક પ્રાણજીવન લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા બે દિવસથી સતત…

મોરબી ના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીના કૂવામાં વિચિત્ર ઘટના બની રહી છે. વાડીના માલિક પ્રાણજીવન લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા બે દિવસથી સતત કૂવાનું પાણી કોઈ સ્પષ્ટ કારણ વિના હલનચલન કરી રહ્યું છે.

ખાસ વાત એ છે કે આસપાસના અન્ય ખેતરોમાં આવેલા કૂવાઓમાં પાણી સંપૂર્ણપણે સ્થિર છે અને માત્ર આ એક જ કૂવામાં પાણી સતત આપમેળે હલેસા મારતુ હોવાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે.

લોકો તેની પાછળ કોઈ ભૂસ્તરીય અથવા વૈજ્ઞાનિક કારણ હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પર્યાવરણવીદ અને નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર તેમજ નવરંગ નેચર ક્લબના વી.ડી. બાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના લાંબા અનુભવ દરમિયાન તેમણે આવી ઘટના ક્યારેય જોઈ નથી. તેમના મત મુજબ આ કુદરતનો એક અનોખો કરિશ્મા હોઈ શકે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. તેમણે ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ થવી જરૂૂરી હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર મામલે મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રાંબડીયાએ જણાવ્યું હતું કે વિડીયો ધ્યાનમાં રાખીને સંબંધિત સર્કલ અધિકારીને સ્થળ પર તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કૂવાના પાણીની સ્થિતિ, જમીનની રચના તથા અન્ય સંભવિત કારણોની ચકાસણી કરવામાં આવશે. તપાસનો અહેવાલ મળ્યા બાદ જ આ રહસ્યમય ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *