સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડો

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સ્ટાફ અને સુવિધાના અભાવથી પીડાઇ રહી છે. તેનો હજુ કોઇ ઇલાજ થયો નથી…

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સ્ટાફ અને સુવિધાના અભાવથી પીડાઇ રહી છે. તેનો હજુ કોઇ ઇલાજ થયો નથી ત્યા સરકારી હોસ્પિટલના આ વિશાળ કમ્પાઉન્ડમાં આવેલા શબઘરની પાછળની ખુલ્લી જગ્યા દારૂડિયાઓનો અડ્ડો બની ગઇ હોય તેમ ઠેર-ઠેર દારૂની ખાલી બાટલીઓ, ચપલા, બિયરના ખાલી ટીન અને બાઇટિંગની કોથળીઓ રઝળતી જોવા મળી રહી છે. અહીં રાત ઢળે ને અંધારામાં પ્યાસીઓનો મેળાવડો જામે છે અને પોત પોતાની ‘બ્રાન્ડ’ કાઢીને મહેફિલો જમાવે છે. શબઘર એક છેવાડે આવેલું છે અને તેની બાજુની જગ્યા સંપૂર્ણ અવાવરૂ હોવાથી અહીં લોકોની અવર-જવર બિલકુલ રહેતી નથી જેનો ફાયદો પ્યાસીઓ ઉઠાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા તત્વોને રાત્રે મોકળુ મેદાન મળી જાય છે. કરોડોના ખર્ચે ગોઠવાયેલી સિક્યુરિટી પણ અહીં ટૂંકી પડી રહી છે. ત્યારે દારૂડિયા કોઇ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા સિવિલ હોસ્પિટલમાં મોટી ‘સાફ સાફઇ’ની જરૂર છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *