સોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

વિગત એમ છે કે સોમનાથ ઉના નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ટોલ ટેક્સ લઈ વાહનચાલકો માટે સ્ટ્રીટ લાઇટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો ગોઠવાયેલ છે…

વિગત એમ છે કે સોમનાથ ઉના નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ટોલ ટેક્સ લઈ વાહનચાલકો માટે સ્ટ્રીટ લાઇટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો ગોઠવાયેલ છે પરંતુ પ્રભાસ પાટણ ગુરુકુળ પાસે આવેલ શંખ ચક્રથી બાયપાસ ચોકડી સુધીની સ્ટ્રીટ લાઈટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો બંધ છે જેથી અકસ્માત થવાની ભીતિ છે સોમનાથ આવતા યાત્રાળુઓ અંધારપટને કારણે સોમનાથ પહોંચવાને બદલે આગળ નીકળી જાય છે અને રાહદારીઓએ તથા વાહન ચાલકોને લાઈટ બંધ હોવાથી પારાવાર હાલાકી પડે છે.

રાજ્ય સરકારે આ ઘોર બેદરકારી અંગે સત્વરે લાઈટ ચાલુ કરાવી અને આટલો સમય ધ્યાન રાખવામાં બેદરકાર તંત્ર સામે દાખલા રૂૂપ પગલાં લેવા જોઈએ
સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી લાખો લોકો દર્શનાર્થે આવે છે ત્યારે સોમનાથ બાયપાસથી સોમનાથ શંખ સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો અને સોમનાથ વળાક પાસે શંખ સર્કલ પાસે હાઇ માસ્ક ટાવર આવેલ છે જે આખા સર્કલમા અજવાળું પાથરે છે જેથી સોમનાથ આવતા યાત્રિકો ને સોમનાથ જવામા ખબર પડે પરંતુ અંધારાને કારણે સોમનાથ જવાને બદલે સિંધા હાઈવે ઉપર નિકળી જાય અને ખબર પડે ત્યાં બે ત્રણ કિલોમીટર આગળ નિકળી ગયા હોય છે અને ત્યાંથી પરત ફરવું પડે છે.

હાઈવે ઉપરની લાઈટો અને મોટા હાઈ માસ્ક ટાવરની લાઈટોની જાળવણી અને રીપેરીંગની જવાબદારી હાઈવે ઓથોરિટીની હોય છે અને તેના બદલામાં મસ મોટા ટોલ ટેક્સ ઉઘરાવે છે છતાં પણ સુવિધાઓ આપવામાં આવતી નથી વેરાવળ ડારી ટોલ નાકાથી ડોળાસા સુધીમા 63 કિલોમીટરના એરીયામા નિયમ વિરુદ્ધ ત્રણ ટોલ નાકા આવેલ છે નિયમમા 60 કિલોમીટર એ એક ટોલ નાકા હોય છે નિયમ વિરુદ્ધ ત્રણ જગ્યાએ ટોલ ઉઘરાવતા હોવા છતાં સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામમા લાઇનોના રીપેરીંગ કરવામાં આવતું નથી જેથી હાઈવે ઓથોરિટી અને તંત્ર સામે યાત્રિકોનો રોષ જોવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *