જામનગર નાઘેડી બાયપાસ પાસે 135.70 કરોડના ખર્ચે નવા ફ્લાયઓવર બ્રિજને મંજૂરી
જામનગર મહા નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં આજે રૂૂ.155 કરોડ 37 લાખ ના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક આજે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં 11 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા , ડેપ્યુટી મેયર કરિશ્નાબેન સોઢા , મ્યુનિ. કમિશનર ડી એન મોદી ,નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ,સિટી ઇજનેર ભાવેશ જાની ,આસી. કમિશનર મુકેશ વરણવા અને ઈનચાર્જ આસી.કમિશનર ( ટેક્ષ ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહાનગર પાલિકા ની જુદી જુદી શાખા ઓ ની આવેલ ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરે ની ખરીદી માટે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂૂ.131.97 લાખ, જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નવી મુસદારૂૂપ ટી.પી. સ્કીમ બનાવવા તથા ટોટલ સ્ટેશન સર્વે /ડીમાર્કેશનની કામગીરીની સમય મર્યાદા વધારવા તેમજ વધારા ના ખર્ચ અંગે રૂૂ.60 લાખ, જામનગર મહાનગરપાલિકાની લાઈટ શાખા ની મેઈન્ટેનન્સ કામગીરી માટે ઈલેકટ્રીક આઈટમો ખરીદી કરવા વર્ષ 2025-26 ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂૂ.10 લાખ, જામનગર શહેરના સાઉથ ઝોન (વોર્ડ નં. 13,14,15,16) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ અન્વયે .રૂૂ. 22 લાખ, જામનગર શહેર ના વેસ્ટ ઝોન ( વોર્ડ નંબર 6,7,8 ),હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટર ના નેટવર્ક ના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણ માટે વાર્ષિક રૂૂપિયા 13.90 લાખ, નોર્થ ઝોન (વોર્ડ નં. 1,2,3,4, 5) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ અન્વયે રૂૂ.29 લાખ , જામનગર શહેર ના ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 9,10,11,12) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટમાં ખૂટતો ખર્ચ માટે રૂૂ. 12.50 લાખ ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
વોર્ડ નં. 4, નવાગામ ઘેડ, મધુરમ રેસીડેન્સીના આંતરિક રસ્તા ની બંને બાજુ પેવર બ્લોક ના કામ અંગે રૂૂ.10.17 લાખ, સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. 11 ગુલાબનગર સતવારા સમાજ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂૂ.15 લાખ , સ્વામીનારાયણનગર. થી ગાંધીનગર ગ્રોફેડ મીલ સુધી ના ડી.પી. રોડ પર સી.સી. રોડ બનાવવા માટે રૂૂ.241.27 લાખ, વોર્ડ નં. 9, આણંદા બાવા ચકલા થી હવેલી સુધી સી.સી. રોડ.ના કામ અંગે રૂૂ..57.58 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5) વિસ્તાર માં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો માં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારી થી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂૂ.250 લાખ, જામનગર શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં થર્મોપ્લાસ્ટર પેઈન્ટ, રોડ-ફર્નીચર, સાઈનેજીસ તેમજ જંકશન/ક્રોસિંગ પ2ના આઈલેન્ડ ડેવલોપ કરવાના કામ અંગે રૂૂ.123 .90 લાખ સમર્પણ સર્કલથી વુલનમીલ નંદનિકેતન સ્કુલ થઈ બેડી રોડ જંકશન સુધીના હયાત રસ્તાને ફોરલેન મુજબ વાઈડનીંગ કરી મેટલીંગ કરવાના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકાર ના જી.આર. મુજબ પ્રાઈઝ એસ્કેલેશન અન્વયે રૂૂ.63.77 લાખ , જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 7 ખંભાળીયા રોડ પર સિવિક સેન્ટર બનાવવાના કામના વધારા ના ખર્ચ અંગે રૂૂ.59.51 લાખ, જામનગર શહેરના ખંભાળીયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ જંકશન) પર ફલાયઓવર બ્રીજ બનાવવાના પ્રોજેકટને અન્વયે રૂૂ.135.70 કરોડ ની દરખાસ્ત નો સૈધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ આજની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં કુલ રૂૂપિયા 155 કરોડ 37 લાખ ના વીવિધ ખર્ચાઓ ને મંજૂરી આપવામાં આવી હતી.
