પુત્રએ લોન પર મોબાઇલ લીધો અને માર માતાને પડ્યો

શહેરમાં રેલનગર વિસ્તારમાં પુત્રએ લોન પર મોબાઇલ લીધો હતો. જેના નામે લોન હતી તે શખ્સે હપ્તાની રકમ માંગી યુવકની માતાને માર માર્યો હતો. પરિણીતાને ઇજા…

શહેરમાં રેલનગર વિસ્તારમાં પુત્રએ લોન પર મોબાઇલ લીધો હતો. જેના નામે લોન હતી તે શખ્સે હપ્તાની રકમ માંગી યુવકની માતાને માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ ઝાસીની રાણી ટાઉનશીપમાં રહેતી નુતનબેન પ્રકાશભાઇ હળવદીયા નામની 35 વર્ષની પરિણીતા રાત્રીના સમયે પોતાના ઘરે હતી ત્યારે મોહન નામના શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં નુતનબેનના નાના પુત્ર સચિન (ઉ.વ.18)એ હુમલાખોર મોહનના નામ ઉપર લોન કરાવી મોબાઇલ લીધો હતો. જે લોનના હપ્તાના રૂપિયા ચાર હજારની મોહને માંગણી કરતા નુતનબેને રૂપિયા નહીં આપતા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *