રાજકોટના ગગનમાં છવાયો દેશ પરદેશના રંગબેરંગી પતંગનો નજારો: લોકો મંત્રમુગ્ધ

રાજકોટના રેસકોર્ષ ખાતે આજરોજ સવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશના પતંગબાજોએ જન જાગૃતિના સંદેશા સહિતની વિશાળ કાય પતંગ ગગનમાં લહેરાવી લોકોને મંત્રમુગ્ધ…

રાજકોટના રેસકોર્ષ ખાતે આજરોજ સવારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દેશ વિદેશના પતંગબાજોએ જન જાગૃતિના સંદેશા સહિતની વિશાળ કાય પતંગ ગગનમાં લહેરાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં બાળકો સહિત શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની મોજ માણી હતી. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-21 દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત 135 થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો જેને નિહાળવા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *