જામનગરમાં વૃધ્ધ મહિલાના સોનાના ચેઇનની લૂંટનો ભેદ ઉકેલાયો

જામનગર માં બે દિવસ પહેલાં એક વૃધ્ધ મહિલા પાસે થી રૂૂ. દોઢ લાખ ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના…

જામનગર માં બે દિવસ પહેલાં એક વૃધ્ધ મહિલા પાસે થી રૂૂ. દોઢ લાખ ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના બનાવનો ભેદ સિટી એ. ડિવિઝન પોલીસની ટીમે ઉકેલી નાખ્યો છે, અને ઉપરોક્ત ગુના માં પોલીસે રીક્ષા ચાલક સહિત બંન્ને આરોપીઓ ને ઝડપી લીધા છે. પોલીસે તેઓ પાસે થી સોના નો ચેઇન તેમજ રીક્ષા વગેરે કબ્જે લીધા છે.

ગત 13/12/2025 ના રોજ ન્યૂ સાધના કોલોની માં રહેતા મણીબેન સમસુદીનભાઇ પુંજાણી નામના 77 વર્ષ ના વૃદ્ધ મહિલા અને તેમના પતિ ચાલીને જતા હોય ત્યારે પાછળ થી એક અજાણ્યા શખ્સે આવી ફરીયાદી મણિબેન ને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી .રૂૂ.1,50,000 ની કિંમત ના સોના ના ચેઇન ની લૂંટ ચલાવી મણિબેન ને ધકો મારી પછાડી દઇ શરીરે મુંઢ તથા છોલછાલની ઇજા કરી હતી. જે આરોપી તેની સાથે આવેલ અન્ય અજાણ્યા શખ્સ સાથે રીક્ષા માં બેસી ને નાશી ગયા હતા.

આ અંગે મણિબેન ની ફરિયાદ ના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી હતી. પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળ ની આજુ બાજુ ના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ જોતા જેમાં આરોપીઓ જે સી.એન.જી. રીક્ષા લઇને આવેલ હતા તેના રજી. નંબર જી જે – 25 – વી 0908 જણાઇ આવ્યું હતું.

આથી ઉપરોક્ત રીક્ષાની વોચ તપાસમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને સંયુકત રીતે બાતમીદાર થી ચોક્કસ હકિકત મળેલ હોય કે આ સી.એન.જી. રીક્ષા ઠેબા ચોકડી તરફ થી જામનગર તરફ આવે છે. અને રીક્ષા માં બે શખ્સો બેઠેલ છે. જે હકીકત આધારે વોચમાં રહી સી.એન.જી. ઓટો રીક્ષા સાથે કુલ 2 આરોપીઓ ને ઝડપી લીધા હતા. અને લૂંટમાં ગયેલો સોનાનો ચેન તથા સી.એન.જી. ઓટો રીક્ષા તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.5,000 અને છરી મળી કુલ મુદામાલ કિ.રૂૂ . 3,05,010 ના મુદામાલ સાથે અતુલ દિલીપભાઇ રાજકોટીયા ( ઉ વ.24 . રીક્ષા ડ્રાઇવિંગ રહે. કડીયા પ્લોટ, કામદાર ચોક, ગલીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન , પોરબંદર મુળ રહે. મહુવા રોડ, સુંદરીયાવાસની પાછળ અધ્યાપન સ્કુલ પાછળ સાવરકુંડલા જી.અમરેલી) અને કરણ ઉર્ફે ગઠીયો હિંમતભાઇ સોલંકી જાતે દેવીપુજક ( ઉ.વ.21 રહે. ખાપટ નાગબાપાના મંદિર પાસે ઉધ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદર) ની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *