હાઈવેથી કુવાડવા-સરધારને જોડતો રોડ રૂા.1100 લાખના ખર્ચે બનાવાશે

  સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારના વિકાસ કાર્યો અને લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ માનવી રોડ-રસ્તા સાથે ની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે…

 

સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારના વિકાસ કાર્યો અને લોક કલ્યાણકારી યોજનાઓ પહોંચે અને કોઈપણ માનવી રોડ-રસ્તા સાથે ની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે તે દિશા માં કામ કરી રહી છે અને જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને સાર્થક કરી રહી છે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂૂડા)દ્વારા રૂૂ.1100 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે થી કુવાડવા-સરધાર સ્ટેટ હાઇવે ને જોડતા રોડ ને મંજૂર કરવા માં આવ્યો છે.30 મિટર પહોળાઈ ના આ નેશનલ હાઇવે થી સ્ટેટ હાઇવે ને જોડતો રોડ આજુબાજુ ના 50 થી વધુ ગામો ના લોકો ને ખૂબ જ લાભદાયી થસે નજીક માં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ આજુબાજુ માં ઘણા બધા ઇન્ડ્રસ્ટ્રીયલ યુનિટો આવેલા હોઈ અને આ વિસ્તાર ના લોકો ને ટૂંક સમયમાં ખૂબ સારું ડેવલોપમેન્ટ મળશે.આજુ બાજુ ના ઉદ્યોગો,ખેડૂતો ગ્રામજનોને આ રોડની કનેક્ટિવિટી થતા ખૂબ ફાયદાઓ મળસે સાથોસાથ અમદાવાદથી સરધાર,આટકોટ અને અમરેલી તરફ જતા રાહદારીઓએ કુવાડવા ગામ ની અંદર એન્ટ્રી ન લેતા ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મેળવશે. આ રોડ નિર્માણ થતા સરધાર,આટકોટ અને અમરેલી નો ટ્રાફિક સીધો જ રાજકોટને સ્પર્શ થયા વગર અમદાવાદ હાઈવે તરફ વળી જશે.

આગામી દિવસોમાં અમદાવાદ રોડ થી કુવાડવા સરધાર સ્ટેટ હાઇવે ને જોડતા આ રોડ બનવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધામાં વધારો થશે. અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર,પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ,સંસદ સભ્યઓ,ધારાસભ્યઓ અને સંગઠનના હોદેદારો નો આભાર વ્યક્ત કરતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *