માણાવદર તાલુકાના જાંબુડા ગામે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે.
છેલ્લા સાત વર્ષથી લીકેજની સમસ્યા ધરાવતા જાંબુડાના ડેમનું લાખો રૂૂપિયાના ખર્ચે સમારકામ માત્ર 15 દિવસ પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જોકે, ચોમાસાના પહેલા જ સામાન્ય વરસાદમાં આ ડેમ ચારેય જગ્યાએથી ફરીથી લીકેજ થઈ ગયો છે.
આ ઘટનાથી તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી છે અને ડેમ પહેલા કરતાં પણ વધુ ખરાબ હાલતમાં આવી ગયો છે. આ સરકારી બેદરકારીને કારણે જાંબુડા ગામ અને માણાવદરનો ગાયત્રી મંદિર વિસ્તાર પાણીની ઝપેટમાં આવી જવાનો મોટો ખતરો છે. ભારે વરસાદમાં ડેમ તૂટશે તો ખેડૂતોની હજારો વીઘા જમીન ધોવાઈ જવાની અને પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના હોવાથી સ્થાનિક ગ્રામજનો ભયભીત છે.
