બાટલા ગાયબ, લાકડા મોંઘાદાટ, સગડી અને ઈલેક્ટ્રિક ચુલામાં વેઈટીંગના કારણે ગરીબોની તાવડી તડાકા લેવા માંડી

નાના શહેરો-ગામડાઓમાં ગેસસિલિન્ડર માટે લોકોની રઝળપાટ, ગેસ એજન્સીઓ ઉપર લાગતી લાઈનો ગેસ એજન્સીઓમાં બુકિંગ બાદ ક્ધફોર્મેશન મળતા નથી, બુકીંગમાં ભારે ધસારાના કારણે સર્વર ડાઉન અમદાવાદના…

નાના શહેરો-ગામડાઓમાં ગેસસિલિન્ડર માટે લોકોની રઝળપાટ, ગેસ એજન્સીઓ ઉપર લાગતી લાઈનો

ગેસ એજન્સીઓમાં બુકિંગ બાદ ક્ધફોર્મેશન મળતા નથી, બુકીંગમાં ભારે ધસારાના કારણે સર્વર ડાઉન

અમદાવાદના પ્રખ્યાત સ્વામિનારાયણ ભોજનાલયનું શટ્ટર ડાઉન, પી.જી.માં રહેતા લોકોની માઠી દશા

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલા યુધ્ધના કારણે કોમર્શિયલ ગેસનાં બાટલાનું વિતરણ સંપૂર્ણ બંધ છે. જ્યારે ઘરેલું ગેસના બાટલાની અછત સર્જાતા ગરીબોની તાવડી તડાકા લઈ ગઈ છે. ગેસની અછતના કારણે લોકોએ કોલસા-છાણાથી ચાલતી સગડી તેમજ ઈલેકટ્રીક ચુલા લેવા દોટ મુકી છે. પરંતુ સ્ટોક ખલાસ થઈ જતાં સગડી અને ઈલેકટ્રીક ચુલામાં 15 દિવસનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે. જ્યારે લાકડાના ભાવ પણ રાતોરાત વધી 200 રૂપિયે મણ થઈ જતાં રોજનું રળી ખાતા શ્રમિકોની હાલત દયાજનક બની ગઈ છે અને ભુખ્યા સુવાો વારો આવ્યો છે. ગેસની તંગી અને સગડી-ઈલેકટ્રીક ચુલા મળતા નહીં હોવાથી લોકોને ફરી ચુલા સળગાવવાની ફરજ પડી છે. પરંતુ તેમાં પણ બળતણનો ભાવ વધારો નડી રહ્યો છે.

પશ્ચિમ એશિયાના સંકટને કારણે હાલ ઊર્જાની કોઈ અછત નથી તેવી સરકારે સ્પષ્ટતા કરી હોવા છતાં ગુજરાત સહિત દેશભરમાં ઇંધણની કથિત અછતને કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરો-ગામડાઓમાં LPG સેન્ટરો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સિલિન્ડરના બુકિંગ માટે ભારે ધસારાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની બુકિંગ સિસ્ટમ પણ વારંવાર ક્રેશ થવાની ફરિયાદો મળી રહી છે.તો બીજી બાજુ કોમર્શિયલ LPG સિલિન્ડરો પર આધાર રાખતી ખાણીપીણીની નાની દુકાનો, મેસ, રેસ્ટોરન્ટને ઇંધણના પુરવઠો ખોરવાઈ જવાનો ડર છે. તો આવી પરિસ્થિતિમાં અમદાવાદનું એક ભોજનાલય તો બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ભોજનાલયની બહાર સિલિન્ડરની અછતના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ અનેક રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં જ્યાં જગ્યા છે ત્યાં ચૂલો શરૂૂ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ભોજનાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. આ ભોજનાલય બહાર સિલિન્ડર અછત અંગે બોર્ડ લગાવવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં રોજના અંદાજે 300થી 400 લોકો જમવા આવે છે. આ સાથે અહીં 20 કર્મચારીઓનો સ્ટાફ કામ કરી રહ્યો છે. જેના કારણે આ સ્ટાફની રોજગારી પર પણ અસર પડી શકે છે. અહીં રોજ આવતા પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મોટી અસર થઈ છે.

અમદાવાદ સહિતના શહેરોમાં LPG ગેસ સિલિન્ડર બુકિંગ અંગે પણ ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘણા ગ્રાહકોનો આક્ષેપ છે કે, એક મહિના સુધી રાહ જોયા છતાં ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી. ગ્રાહકોના જણાવ્યા મુજબ 25 દિવસ પછી જ ફરી ગેસ બુકિંગ થઈ શકે છે. બુકિંગ કરાવ્યા બાદ પણ ક્ધફર્મેશન મેસેજ મળતા નથી. બીજી તરફ ગેસ એજન્સીનો દાવો છે કે, લોકોમાં પેનિક વધતા ગેસ બુકિંગ અચાનક વધી ગયા હોવાથી સર્વર ડાઉન જેવી સમસ્યા ઉભી થઈ છે. હોટેલોને મળતા ગેસના બાટલા બંધ થઈ જતાં હાઇવે પર અનેક હોટલોમાં ચૂલા સળગ્યા છે. હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે. જે વાનગીમાં ગેસ વધારે વપરાતો હોય તેવી સાઉથ ઇન્ડિયન, ચાઈનીઝ વાનગીઓ બંધ કરવા દુકાનદારો મજબૂર બન્યા છે.

ગેસ સિલિન્ડર વિતરણ સુનિશ્ર્ચિત કરવા કલેકટર-પોલીસ વડાને સુચના
સરકાર દ્વારા તમામ જીલ્લા કલેક્ટરો તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને LPG વિતરણ એજન્સીઓ સાથે રહીને વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા LPG તથા LPG ને આવશ્યક ચીજવસ્તુ ધારો-1955 હેઠળ હુકમો પ્રસિધ્ધ કરીને નિયંત્રિત કરવામાં આવેલ હોઇ તેની સંગ્રહખોરી કે અન્ય કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા અને આ પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા કલેક્ટરોને જણાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા એક જ વ્યક્તિ દ્વારા બે LPG સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ તથા ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવા સુચના આપવામાં આવેલ છે. વધુમાં રાજ્યમાં હાલ જે પણ LPG નો વપરાશ થાય છે તેની સામે ઉત્પાદન તથા સપ્લાય દ્વારા LPG નો વધારાનો પુરવઠો સતત મળી રહેલ છે.

L.D. એન્જિનિયરીંગ કોલેજમાં ચુલા સળગ્યા

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ તેમજ હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ જ્યાં સિલિન્ડર મળી રહ્યા છે, ત્યાં કાળાબજારીઓ દ્વારા 3000થી 4000 રૂૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં L.D. એન્જિ.માં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ દૂર-દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે સસ્તુ અને સારું જમવાની વ્યવસ્થા તેમની મેસમાં જ કરવામાં આવે છે. આ મેસમાં 500થી 700 જેટલા વિદ્યાર્થીઓ જમતા હોવાથી બે જેટલા ગેસના સિલિન્ડરની જરૂૂર પડતી હોય છે. જો કે, તેની સામે હવે બે કે ત્રણ દિવસમાં માત્ર એક જ ગેસ સિલિન્ડરની બોટલ મળી રહી છે. તેમાં પણ 3000થી 4000 રૂૂપિયા મેસના સંચાલકોને આપવા પડી રહ્યા છે, જેથી મેસના સંચાલકોએ તેનો ઉપાય સીધો કાઢ્યો છે. વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂૂ કર્યું છે. હાલમાં લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *