મોરબી રોડ જકાતનાકા પાસે પૈસા મામલે યુવાનને માર માર્યો, વચ્ચે પડેલી પત્નીને ઢીબી નાખી

મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રાધામીરા મકાનમાં રહેતા દીપકભાઇ જીવણભાઇ રામાવત (ઉ.વ. 35)એ લખન બાવાજી અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.…

મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રાધામીરા મકાનમાં રહેતા દીપકભાઇ જીવણભાઇ રામાવત (ઉ.વ. 35)એ લખન બાવાજી અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

દિપકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારૂૂ વતન વીજયનગર અંજાર કચ્છ છે. અને છેલ્લા દશ વર્ષથી સાઇ બાબા ટ્રસ્ટમાં અનક્ષેત્રની રીક્ષા ચલાવવાની નોકરી કરૂૂ છું.ગઇ કાલ તા.21/01ના રોજ સાંજના રઘુવીર પાનની સામે ચાઇનીઝ ભેળની ઉપરના માળે રમઝાનભાઇની ઓફીસે પૈસા આપવા સારૂૂ ગયેલો આ વખતે મે રમઝાનભાઇ પાસે પાંચ હજાર રૂૂપીયાની લોન આપવાનુ કહેલ આ વખતે ત્યા લખન બાવાજી જેને હું ઓળખુ છું તે ત્યા હાજર હોય તે કહેવા લાગેલ કે,આવા ને શું પૈસા આપો છો.તેમ કહી મને ગમે તેમ બોલવા લાગેલ જેથી અમારી બોલાચાલી થયેલ જેથી હું ત્યાથી નીકળી ગયેલ અને મારી પત્ન સુમન માર્કેટમા શાક લેતી હોય તેની પાસે રીક્ષા લઇ ગયેલો અને તેને તથા મારા નાના દિકરા નેહલ ઉવ. અઢી વર્ષ ને લઇ અમારા ઘર તરફ આવતા હતા તે વખતે આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે મોરબી જકાત નાકા ખોડીયાર માતાના મંદીર પાસેથી પસાર થતા હતા.

એ વખતે લખન બાવાજી અને તેની સાથેના બે ત્રણ મીત્રો મોટર સાઇકલ લઇ આવી રીક્ષા ઉભી રખાવી મને ગમે તેમ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને મારા માથાના વાળ પકડી ખેંચવા લાગ્યા હતા અને મને લાતો મારવા લાગેલ અને મારી પત્ની વચ્ચે છોડાવવા લાગતા તેને પણ ડાબા હાથે લાત મારેલ આ વખતે અમોએ બુમાબુમ કરતા તેઓ ત્યાથી મોટર સાઇકલ લઇ ભાગી ગયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *