એસટીની ખખડધજ હાલત: સલામત સવારી સામે ઉઠતા સવાલો, મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર

ડેપોની 257 બસ પૈકી 99 બસ અતિ ખખડધજ: નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલેલી બસોમાં લોકોની જોખમી મુસાફરી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર સલામત સવારી,…

ડેપોની 257 બસ પૈકી 99 બસ અતિ ખખડધજ: નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલેલી બસોમાં લોકોની જોખમી મુસાફરી

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર સલામત સવારી, એસ.ટી. અમારી જામનગર વિભાગની ખખડધજ પરિસ્થિતિ જોતા હવે માત્ર એક મજાક બની ગયું છે. જામનગર એસટી ડેપો પોતાની જૂની અને ખખડધજ બસો માટે કુખ્યાત બન્યો છે, જ્યાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર છે. વિભાગના કર્મચારીઓમાં હવે આ પરિસ્થિતિને જોતા એક નવું સૂત્ર પ્રચલિત બન્યું છે: ખખડધજ સવારી, એસ.ટી. અમારી .

જામનગર વિભાગીય કચેરી હેઠળના પાંચ ડેપોની કુલ 257 બસમાંથી ચોંકાવનારી વાત એ છે કે 99 બસ નિર્ધારિત કિલોમીટર કરતાં વધુ ચાલી ચૂકી છે. તેમ છતાં, આ બસો રસ્તા પર દોડી રહી છે, જે મુસાફરો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ખખડધજ બસોની હાલત એટલી ખરાબ છે કે તેમાં કટાઈ ગયેલા પતરા, તૂટેલી સીટો, બારીઓના તૂટેલા કાચ અને દોરી વડે બાંધેલા દરવાજા સામાન્ય બાબત છે. આવી બસોમાં દરરોજ હજારો મુસાફરો પોતાના જીવના જોખમે મુસાફરી કરવા માટે લાચાર છે. મુસાફરો આ જોખમી પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં એસટી બસમાં મુસાફરી કરવા માટે મજબૂર છે. તેનું મુખ્ય કારણ એ છે કે રોજિંદા અપડાઉન કરતા લોકો અથવા ગ્રામ્ય વિસ્તારોમાં જતા લોકો માટે એસટી બસ સિવાય કોઈ સસ્તો અને ઝડપી વિકલ્પ ઉપલબ્ધ નથી. આથી, તેમની મજબૂરીનો લાભ લઈને નિગમ પણ આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ તાત્કાલિક પગલાં લેવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યું છે.

જામનગર વિભાગીય કચેરી હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એક્સપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલી ગયેલ છે. આ આંકડા દર્શાવે છે કે વિભાગમાં મોટાભાગની બસો તેમની ઉપયોગીતાની મર્યાદા વટાવી ચૂકી છે.

સૌથી વધુ ખખડધજ એસટી બસો જામનગર ડેપો પાસે છે, અને આ બાબતમાં તે સમગ્ર વિભાગમાં પ્રથમ ક્રમે આવે છે. જ્યારે બી

જા ક્રમે ખંભાળિયા એસટી ડેપો આવે છે, જ્યાં પણ જૂની અને ખરાબ હાલતની બસોની સંખ્યા નોંધપાત્ર છે.
આમ, જામનગર એસટી વિભાગની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. એક તરફ નિગમ નસ્ત્રસલામત સવારીસ્ત્રસ્ત્રનું સૂત્ર આપે છે, તો બીજી તરફ હકીકતમાં મુસાફરો ખખડધજ બસોમાં જોખમી મુસાફરી કરવા માટે મજબૂર છે. તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક નવી બસોની ફાળવણી કરવી જોઈએ અને જૂની બસોને તાત્કાલિક સેવામાંથી દૂર કરવી જોઈએ, જેથી મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *