વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો

વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં…

વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જ્યારે બે લોકોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરતના ઓલપાડના પોજરત ગામે રહેતાં પ્રતિકકુમાર રવજીભાઈ પટેલ નામનો 29 વર્ષનો યુવાન પોતાની કાર લઈ વિરપુરથી બગદાણા જઈ રહ્યો હતો ત્યારે અમરેલી રોડ પર વીરપુર નજીક રસ્તામાં અચાનક ખાડો આવતાં પ્રતિકકુમાર પટેલે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં કાર સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતાં અમરેલી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા પ્રતિકકુમાર પટેલનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રતિકકુમાર પટેલ તેના માતા-પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને સૌરાષ્ટ્ર દર્શને નિકળ્યો હતો. વીરપુર દર્શન કરી બગદાણા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક ખાડો આવતાં કાર પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *