અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ: કેફેમાં ચાલતી ‘હેલોવીન નાઈટ’ પર પોલીસ ત્રાટકી

  રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા…

 

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કોકનટ કાઉન્ટી પાર્ટી લોન્સની સામે ધમધમતા ‘ક્યુરે કેફે બાય મસાલા ડાયરીઝ’માં કાયદાના લીરેલીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 31 ઓક્ટોબર 2026ની રાત્રે કેફેમાં આયોજિત ‘હેલોવીન નાઈટ’ પાર્ટીમાં મ્યુઝિક કંપનીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે પ્રખ્યાત બોલિવૂડ ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. આ મામલે મુંબઈ સ્થિત પ્રતિષ્ઠિત સંગીત સંસ્થા ‘ફોનોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ’ કંપનીના સીનીયર ઓફિસર લાયસન્સિંગ સંજયસિંહ કાળુસિંહ ઝાલાએ કેફેના જવાબદાર આયોજકો સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ, ફરિયાદી સંજયસિંહ ઝાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ કેફેમાં ડી.જે. સાઈન મ્યુઝિકના કાર્યક્રમ સાથે હેલોવીન નાઈટ પાર્ટીનું આયોજન હોવાની રીલ્સ જોઈ હતી. આ હકીકત મળતા જ તેઓ તેમના મિત્ર હિમાંશુભાઈ મુંગલપરા સાથે પાસ ખરીદીને રાત્રે સાડા આઠ વાગ્યે કેફે ખાતે ગ્રાહક બનીને પહોંચ્યા હતા. ત્યાં રાત્રિના 09:30 થી 10:00 વાગ્યા દરમિયાન કેફેમાં ‘મેં શરાબી’, ‘વારી જવાં’, ‘સુરજ ડુબા હૈ’, ‘શીલા કી જવાની’, ‘અભી તો પાર્ટી શુરૂૂ હુઈ હૈ’ અને ‘કેરેક્ટર ઢીલા’ જેવા બોલિવૂડના આશરે 13 જેટલા સુપરહિટ ગીતો અને તેના રીમિક્સ વર્ઝન જોરશોરથી વાગી રહ્યા હતા, જેના ઓરિજિનલ સાઉન્ડ રેકોર્ડિંગના તમામ કોપીરાઈટ હકો ઙઙક કંપની પાસે સુરક્ષિત છે.

આ લાઈવ ઈવેન્ટ દરમિયાન કેફેના સંચાલકો કે આયોજકો દ્વારા આ ગીતો સાર્વજનિક રીતે વગાડવા માટે કોપીરાઈટ એક્ટ હેઠળ જરૂૂરી એવું ‘બેકગ્રાઉન્ડ લાઈસન્સ’ કે ‘ઈવેન્ટ લાઈસન્સ’ મેળવવામાં આવ્યું ન હતું. કોઈપણ પરવાનગી વિના જ કંપનીના ગીતો વગાડીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું જણાતા, ફરિયાદી અધિકારીએ સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ મામલે કેફેના જવાબદાર વ્યક્તિ વિરૂૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 173 હેઠળ કોપીરાઈટ એક્ટની કલમ 51 અને 63 મુજબ ગુનો નોંધીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સલીમભાઈ માડમ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *