ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગે

19 વર્ષના વૈભવ 7 નવેમ્બરે આચાર્ય યશોવિજયસુરીશ્ર્વરજી અને મુનિચંદ્રસુરીશ્ર્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે સુરતમાં એક ટેક્સટાઇલ વેપારીનો 19 વર્ષીય પુત્ર, ભવ્ય મહેતા, મોજમસ્તી અને ભૌતિક…

19 વર્ષના વૈભવ 7 નવેમ્બરે આચાર્ય યશોવિજયસુરીશ્ર્વરજી અને મુનિચંદ્રસુરીશ્ર્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે

સુરતમાં એક ટેક્સટાઇલ વેપારીનો 19 વર્ષીય પુત્ર, ભવ્ય મહેતા, મોજમસ્તી અને ભૌતિક સુખોથી દૂર રહીને આધ્યાત્મિક માર્ગ અપનાવશે. તે 7 નવેમ્બર, 2025ના રોજ આચાર્ય શ્રી યશોવિજયસુરીશ્વરજી મહારાજા અને આચાર્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. આજના યુગમાં જ્યાં મોટાભાગના યુવાનો ભૌતિક સુખોની પાછળ દોડી રહ્યા છે, ત્યારે ભવ્યનો આ નિર્ણય અનેક લોકોને પ્રેરણા આપશે.

આજના સમયમાં મોટાભાગના યુવાનો મોજમસ્તી અને ભૌતિક સુખો પાછળ દોડી રહ્યા છે ત્યારે સુરતમાં 19 વર્ષીય યુવક દીક્ષા લેવા જઈ રહ્યો છે. સુરતમાં ટેક્સટાઈલ વેપારી રાજેશભાઈનો પુત્ર ભવ્ય મહેતા દીક્ષા લેવા જઈ રહ્યો છે. 7 નવેમ્બર 2025ના રોજ સુરત ખાતે એક ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભવ્ય સંસાર ત્યાગીને આધ્યાત્મિક જીવન અપનાવશે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા ૐકારસુરી આરાધના ભવન ખાતે દીક્ષા સમારોહ યોજાશે.

 

ભવ્ય ધોરણ 12 સુધી ભણ્યો છે. ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તે જૈન મુનિઓના સાનિધ્યમાં રહેવા લાગ્યો હતો. ભવ્યની દીક્ષા તિથિ 7 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તેને ક્રિકેટમાં પણ ખૂબ રસ હતો અને ભણવા કરતાં સ્પોર્ટ્સમાં વધુ ધ્યાન આપતો હતો. તે અચાનક સંયમના માર્ગ પર ચાલશે તે વાત પરિવાર માટે અકલ્પનીય હતી.સુરતના ટેક્સટાઇલ વેપારીના 19 વર્ષીય પુત્ર ભવ્ય મહેતા 7 નવેમ્બર, 2025 ના રોજ દીક્ષા લેશે, જે સંસાર ત્યાગીને આધ્યાત્મિક જીવન અપનાવશે.

આજના યુગમાં જ્યાં યુવાનો મોજમસ્તી અને ભૌતિક સુખો પાછળ દોડે છે, ત્યારે ભવ્યનો આ નિર્ણય પરિવાર અને સમાજ માટે આશ્ચર્યજનક છે. ક્રિકેટમાં રસ ધરાવતો અને સ્પોર્ટ્સમાં વધુ ધ્યાન આપતો ભવ્ય અચાનક સંયમના માર્ગે વળ્યો, જે તેના પિતા માટે શરૂૂઆતમાં સ્વીકારવો મુશ્કેલ હતો, પરંતુ આખરે તેમણે દીકરાની ખુશી અને આધ્યાત્મિક પ્રગતિને સ્વીકારી લીધી.

 

એકનો એક પુત્ર હોવાથી મન કચવાયું
પિતા માટે આ એકમાત્ર પુત્ર હોવાથી શરૂૂઆતમાં મન કાચું પડ્યું હતું. તેમની બે દીકરીઓ પણ છે તેમના લગ્ન થઈ ગયા છે, જોકે, પછીથી તેમણે વિચાર્યું કે મહાવીર સ્વામીનો માર્ગ ખૂબ જ આધ્યાત્મિક છે અને તેમાં જઈને ભવ્ય વધુ સુખી થશે અને કુટુંબ તેમજ જૈન સમાજનું નામ રોશન કરશે. આખરે, હસતા-હસતા તેમણે ભવ્યને પરવાનગી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *