ગોંડલ શહેરમાં ઘણાલાંબા સમયથી શેરી, ગલી, રોડ ઉપર બસસ્ટેન્ડમાં રખડતા શ્ર્વાનો ત્રાસ વદી ગયો છે. રખડતા શ્ર્વાન અવાર નવાર રાહદારીઓ નગરજનોને કરડી લે છે પણ સ્થાનિક તંત્રના સતાધીશો કંઈ કરતા નથી. શહેરમાં શેરી ગલીમાં રખડતા શ્ર્વાનોન ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. છતાં તંત્ર દ્વારા કાંઈ અસરકારક પગલા લેવાતા ન હોવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. શ્ર્વાનના ત્રાસ અંગે નગરપાલિકા તંત્રને જાણ છે છતાં કોઈ પગલા લેવાતા નથી. નગરપાલિકામાં 44 સદસ્યો ભાજપના છે. ત્યારે યતિશભાઈ દેસાઈની ટીમ નગગરપાલિકામાં હોત તો લોકોના પ્રશ્ર્નો અને પ્રજાની મુશ્કેલીનું તાત્કાલીક નિરાકરણ લઈ આવત ગતટર્મમાં યતિશભાઈ દેસાઈ તેમજ તેમની ટીમ નગરપાલિકામાં હતી. ત્યારે વિરોધ પક્ષ તરીકે પ્રબળ નિભાવી હતી.
વિરોધ પક્ષનું અસ્તિત્વ જ નહીં હોવાથી લોકો ના પ્રશ્ર્નો એં શહેરમાં કોઈ અવાજ ઉઠતો નથી. એક પણ નગરપાલિકા સદસ્યે આ અંગે પ્રમુખ કે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે કે કેમ? રજૂઆત કરી હોય તો પગલા કેમ લેવાતા નથી તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.
હવે બસ સ્ટેશનમાં મુસાફરને કૂતરું કરડ્યું
ગોંડલના બસસ્ટેશનમાં પણ શ્ર્વાનનો ત્રાસ છે છેલ્લા દસ દિવસમાં ર્શ્રીંવાન કરડવાનો બીજો બનાવ બન્યો છે. ત્યારે બાબરા તાલુકા પંચાયતના કર્મચારી તુષારભાઈ પંડ્યા પરિવાર સાથે અમરેલી જવા બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ પર ઉભા હતા ત્યારે અચાનક એક શ્ર્વાને આવીને બટકા ભરી લેતા હોહા થઈ ગઈ હતી તેમને અમરેલી જવાના બદલે તાત્કાલીક સીવીલ હોસ્પિટલે જઈ સારવાર લેવાની ફરજ પડી હતી.
—
