શટર અડધું ખુલ્લું રાખી સંચાલક બાથરૂમ ગયા ને તસ્કરો રૂ.1.73 લાખની રોકડનો થેલો ઉઠાવી ગયા

શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ પીરવાડી લિજ્જત પાપડની બાજુમાં આવેલી ’સનાતન સેલ્સ એજન્સી’માં ધોળેદિવસે ચોરીની ઘટના સામે આવી છે.ઓમનગરમાં રહેતા અને એજન્સીના ડેપો મેનેજર…

શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ પીરવાડી લિજ્જત પાપડની બાજુમાં આવેલી ’સનાતન સેલ્સ એજન્સી’માં ધોળેદિવસે ચોરીની ઘટના સામે આવી છે.ઓમનગરમાં રહેતા અને એજન્સીના ડેપો મેનેજર ગિરધરભાઈ ગોરધનભાઈ ચાંગેલાએ આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગત તારીખ 1 મે 2026 ના રોજ સવારે ગિરધરભાઈએ એજન્સી ખોલી હતી. સવારના આશરે આઠેક વાગ્યે તેઓ ઓફિસનું શટર અડધું બંધ કરીને બાથરૂૂમ ગયા હતા. આ ટૂંકા ગાળા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ઓફિસમાં પ્રવેશ કરી ટેબલ પાસે રાખેલી ગ્રે રંગની ગોકુલ કંપનીની થેલી ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ થેલીમાં એજન્સીના હિસાબના આશરે રૂૂ. 1,73,000/- ની રોકડ રકમ રાખેલી હતી.
ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે દસેક વાગ્યે પ્રિન્ટર રિપેરિંગ કરનાર વ્યક્તિને પૈસા ચૂકવવા માટે ગિરધરભાઈએ તેમના સહકર્મી બ્રિજેશભાઈને થેલીમાંથી રૂૂપિયા કાઢવાનું કહ્યું હતું.

દુકાનમાં શોધખોળ કરવા છતાં થેલી ન મળતા અને પુત્ર મિલનકુમારે પણ થેલી ન લીધી હોવાની સ્પષ્ટતા કરતા, અંતે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે જ્યારે ગિરધરભાઈ બહાર ગયા હતા, ત્યારે જ એક અજાણ્યો શખ્સ ઓફિસમાં ઘૂસીને ટેબલ પાસે પડેલી રોકડ ભરેલી થેલી લઈને પલાયન થઈ ગયો હતો.

આ ઘટના અંગે ગિરધરભાઈએ તારીખ 4 મે 2026 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 305(એ) મુજબ અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મારવણીયાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *