હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યા

જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે…

જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા તેમની સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.19/08ના રોજ સાંજના મારૂૂ એકટીવા લઇને ગુંદાવાડીમાં કપડા બદલવા માટે ગયેલ હતો અને કપડા બદલાવીને પરત સવા પાંચેક વાગ્યે હું કેનાલ રોડ ઉપર આવેલ મહેશ ડેરીની સામે આવેલ અને ત્યાં ખોડીયાર ટી. સ્ટોલ પાસે મારો દીકરો વિપુલ ત્યાં ચા પીતો હોય જેથી હું મારા દીકરા વિપુલ પાસે ઉભો રહેલ હતો અને ખોડીયાર ટી સ્ટોલ પાસે ચા પીવા જતો હોય અને ત્યાં કાયમ બેસતા અને હાથીખાનામાં રહેતા ધીરૂૂભાઈ દેવાયતભાઇ હેરભા (આહીર) ને હું ઓળખુ છુ અને તેઓ મને પણ ઓળખે છે.ત્યાં હું મારા દીકરા વિપુલ પાસે ઉભો હતો.

ત્યારે આ ધીરૂૂભાઈ આહીર મારી પાસે આવેલ મારી સામે આવી ને મુંછો ચડાવવા લાગેલ જેથી મે આ ધીરૂૂભાઈ ને કહેલ કે મારી સામે તમે મુંછો ન ચડાવો અને તમે અહીથી જતા રહો તેમ મે આ ધીરૂૂભાઈ ને કહેતા આ ધીરૂૂભાઈ આહીર એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને કહેલ કે તને બોવ હવા આવી ગયેલ છે.તેમ કહી મને મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મારી બોચી પકડેલ અને મને માર મારવા લાગેલ મારા કપડા ફાડી નાખેલ અને મારા દીકરા વિપુલે મને વધુ મા2 માથી છોડાવેલ હતો.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *