ચોમાસાની શરૂઆતમાં જ રસ્તો ધોવાઇ જતા સ્થાનિકોમાં રોષ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલૂકા મથક એવા વડિયા બે ભાગમાં વહેંચયેલું છે. સુરગપરા અને કૃષ્ણપરા વડિયાના સુરગપરાનો મુખ્ય રસ્તો એ શિવાજી ચોકથી પેટ્રોલપમ્પ થઇને પીજીવીસીએલ તરફ જવાનો છે આ રસ્તાપર પેટ્રોલપંમ્પ પછી સમગ્ર સુરગપરાના વરસાદી પાણીનું વહેણ આવેલુ છે અહીંથી દર ચોમાસાના વરસાદમાં ગોઠણ સમા પાણી વહેતા હોય છે. ત્યારે અહિ કોઈ પણ વિકાસ કાર્ય કરવામાં આવે ત્યારે આ બાબતને પેહલા ધ્યાને રાખીને કરવામાં આવતી હોય છે.
થોડા સમય પેહલા અહિ ભૂગર્ભ ગટરનુ જંક્શન બનાવવા આવ્યું સાથે સુરગપરા વિસ્તારના ભૂગર્ભ ગટરના પાણીનું જોડાણ આ જંક્શનમાં કરવામાં આવ્યુ ત્યારે અહિ ખોદકામ થયુ અને એ ખોદકામના નબળા બુરાણને કારણે ચોમાસાના પેહલા જ વરસાદમાં ભૂગર્ભ ગટરના જંક્શનની બાજુમાં મસમોટા ભુવાપડ્યા તો ભૂગર્ભ ગટર માટે થયેલા ખોદકામમાં યોગ્ય માટી પુરાણના થતા આજે સુરગપરાના પ્રવેશ દ્વારા સમા પેટ્રોલપંમ્પ અને પોસ્ટ ઓફિસ પાસે મુખ્ય રોડ પર રસ્તામાં મસમોટા ખાડાઓ અને કાંકરા ફરી વળ્યા અને તેને કારણે રોજ અહિ લોકોના બાઈકો સ્લીપ થતા જોવા મળી રહ્યા છે.
ત્યારે શું તાલુકાના એન્જીનીયર એ આ કામગીરી સમયે એ બાબતનું ધ્યાન જ નહિ આપ્યું હોય કે વરસાદ સમયે અહિ શું સ્થિતિનું નિર્માણ થશે ? ચાર ઇંચ છૂટક છૂટક વરસાદમાં આ સ્થિતિ થઇ છે તો દસ ઇંચ વરસાદમાં અહિ ભૂગર્ભ ગટર જ ધોવાઈ જાય એટલા પાણીનો પ્રવાહ અહીંથી જતો હોય છે ત્યારે આ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગણી જોવા મળી રહી છે.
બીજી બાજુ લોકો એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે વડિયામાં જ્યાં માણસોની અવાર જવર નથી પરંતુ નેતાઓનુ ઘર હોવાના કારણે ત્યાં રોડ મંજુર થઇ ને તુરંત નવા બંને છે પરંતુ જ્યાંથી રોજ સમગ્ર વિસ્તાર ના લોકો પસાર થાય છે ત્યાં કોઈ રોડ બનાવવાની તસ્તી લેતું નથી. ત્યારે જો વડિયાના નેતાઓના ઘરના રસ્તાઓની યાદી પૂર્ણ થઇ ગઈ હોય તો તાકીદે સુરગપરા ના મુખ્ય પ્રવેશદ્વાર સમો આ મેહતા લાઈનથી પટેલ લાઈન સુધીનો મુખ્ય પહોળો રસ્તો અને મેહતા લાઈનથી ક્ધયા વિદ્યાલય તરફ ચક્કી સુધી રસ્તો બનાવવો ખુબ જ આવશ્યક છે. હવે જોવાનું એ રહ્યું કે આ સમસ્યાનો અંત તંત્ર લાવે છે કે પછી લોકો કાયમી હાલાકી ભોગવશે તે તો આવનારો સમય જ બતાવશે.
