ભોળા રાજભર બાહુબલી… દારૂ ઢીંચી ધમાલ મચાવનાર શખ્સે PSIની ખુરશીમાં રીલ બનાવી

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ચકચારી ઘટના ગુનેગારોના સરઘસ કાઢવા છતાં પોલીસનો ખોફ રહ્યો નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની ચકચારી ઘટના

ગુનેગારોના સરઘસ કાઢવા છતાં પોલીસનો ખોફ રહ્યો નથી. તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ પૂરું પાડ્યું છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં ઙજઈંની ખુરશી પર બેસીને એક યુવક ફોટો સેશન કરાવી રહ્યો છે, અને આ વિડીયોએ પોલીસની આબરૂૂ ધૂળધાણી કરી દીધી છે. આ યુવક, જે પોતાને ‘ભોળા રાજભર બાહુબલી’ તરીકે ઓળખાવે છે, તેણે માત્ર ફોટો સેશન જ નહીં, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પયમરાજ સે અપની યારી હૈ’ ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેને હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળ્યા છે.

યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું, તે સમયે તેણે ઙજઈંની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું. આ યુવક સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે પ્રખ્યાત છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 16.50 હજારથી વધુ ફોલોવર્સ છે. ઙજઈંની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને 1400થી વધુ લાઈક્સ અને 36 કમેન્ટ્સ મળ્યા છે. આ ફોટો સેશનમાં તેણે પયમરાજ સે અપની યારી હૈ ગીત પણ ઉમેર્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, દસ દિવસ પહેલા જ આ જ યોગેન્દ્ર રાજ દારૂૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને મથકે લઈ આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઈનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો પણ દાવો કરી ધમાલ મચાવી હતી. તેના કલર કામના પૈસા બાકી છે. તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી.
દસ દિવસ પહેલા દારૂૂના નશામાં પકડાયા બાદ, આ વીડિયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો 4 ડિસેમ્બર, 2024નો હોવા છતાં, હાલમાં જ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *