એસ.ટી. બસપોર્ટના મસમોટા ખાડાઓ અંતે બુરાયા

મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતને સફળતા: મુસાફરો અને ડ્રાઈવરોને પડતી હાલાકી થઈ દૂર   ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ,…

મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતને સફળતા: મુસાફરો અને ડ્રાઈવરોને પડતી હાલાકી થઈ દૂર

 

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટના ઢેબર રોડ પર એસ.ટી બસપોર્ટ પણ લાંબા સમયથી મસ મોટા ખાડાઓ બસના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હતા જે પગલે ત્યાં વરસાદનું પાણી ભરાતા મુસાફરોને અને બસની અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડતી હતી અને ડ્રાઇવરોને પણ બસ અંદર લેતી વખતે બસની કમરનો તૂટે તો પેનલ્ટી થતી હતી અને અંદર લેવામાં પણ ભારે હાલાકી થતી હતી.

બસ પોર્ટ પર 1200 થી વધુ બસોની અવરજવર હોય અંદાજે 70,000 મુસાફરો બસમાં આવ-જા કરતા હોય ત્યારે આ ખાડા મુસાફરોના મણકા તોડી નાખે એ પ્રકારના હતા તેમ છતાં રાજકોટના સિનિયર ડેપો મેનેજર દ્વારા બાજુમાં જ રહેલા રાજકોટ મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરી હોય એવું અમારી જાણમાં છે નહીં. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ઢેબર રોડ પરના આ ખાડા અંગે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર રાવલ અને વોર્ડ નંબર સાતના મધુ ગાનવિત સાથે સતત સંપર્કમાં રહી મુસાફરોને પડતી તકલીફથી વાકેફ કરેલ હતા અને તાત્કાલિક બસપોર્ટ ના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ પરના ઢેબર રોડ પરના ખાડાઓ આજરોજ બુરી દેવામાં આવ્યા છે.

આજે સવારે ડામર પાથરતી વખતે સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર રાવલ અને સમિતિના ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને વ્યવસ્થિત કામગીરી પૂર્ણ કરાવી હતી. આ તકે હકારાત્મક અપનાવી તાત્કાલિક કામ પૂર્ણ કરાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના સીટી ઇજનેર અને વોર્ડ નંબર 7 ના ડેપ્યુટી ઇજનેરનો ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *