જી.જી.હોસ્પિટલથી વિકાસગૃહ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી: રેંકડી-ટેબલો જપ્ત કરાયા
જામનગર શહેરમાં મુખ્ય માર્ગો પરના દબાણો હટાવવા માટેની મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ઝુંબેશ અવિરત ચાલુ રહી છે, અને આજે જામનગરના જીજી હોસ્પિટલ રોડ પરના તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી.
અંબર સિનેમા ની સામે જાહેર રોડ પર નાસ્તાની લારી તથા તેના દ્વારા કરાયેલું દબાણ દૂર કરી રેકડી સહિતનો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જી.જી. હોસ્પિટલ રોડ પર કેટલાક દુકાનદારો દ્વારા ઓટલા બનાવ્યા હતા, જે ઓટલા પણ તોડી પડાયા છે. જ્યારે તેઓ દ્વારા દુકાનની બહાર રાખવામાં આવેલો ટેબલ કાઉન્ટર સહિતનો માલ સામાન એસ્ટેટ શાખા દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે. નાના મોટા ટેબલ સહિતની સામગ્રી તેમજ સમગ્ર રોડ ઉપરથી 6 રેકડીઓ કબજે કરવામાં આવી છે.તે ઉપરાંત વિકાસગૃહ રોડ પર સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી, અને તે સ્થળે પણ જુદા જુદા નાસ્તાના પોઇન્ટ સહિતના દબાણોને હટાવી લઇ મુખ્ય માર્ગને ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે. એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને રેકડી પથારાવાળા સહિતના ધનધાર્થીઓમાં નાસભાગ થઈ હતી.
