લુણીવાવમાં રાજયપાલનો ખેડૂત અવતાર, સાદગી જોઇ ગ્રામજનો અભિભૂત

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામ્ય સંસ્કૃતિની સાદગીનો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ પ્રાથમિક શાળાના એક ઓરડામાં રાજયપાલે દલિત…

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે રાત્રિ રોકાણ કરી ગ્રામ્ય સંસ્કૃતિની સાદગીનો અનુભવ કર્યો હતો. રાત્રિ રોકાણ પ્રાથમિક શાળાના એક ઓરડામાં રાજયપાલે દલિત પરિવાર સાથે બેસીને ભોજન લીધુ હતું તેમજ ગાય દોહનનો, બળદગાડુ ચલાવવાનો તથા ખેતરમાં કામ કરવાનો આનંદ પણ માણ્યો હતો. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ ગામમાં લોકો સાથે સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. રાજયપાલની સાદગી અને ખેતી પ્રત્યેનો લગાવ જોઇને ગામ લોકો પણ પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *