જંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!

રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર…

રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ માટે જઈંઝની રચના કરવામાં આવી હોવાની પણ વાત કરવામાં આવી હતી. પરંતુ આજે પિચોતેર દિવસથી વધુ લાંબો સમય વીતી ગયા બાદ પણ રાજકોટની જનતાને એક સીધો . અને સ્પષ્ટ જવાબ મળ્યો નથી કે આ તપાસનું શું થયું?, પ્રજાને વારંવાર તપાસ કરવામાં આવશે, જવાબદારો સામે કાર્યવાહી થશે અને સમગ્ર હકીકત બહાર લાવવામાં આવશે.

તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ જો ખરેખર તપાસ કરવામાં આવી હોય તો તેનો અહેવાલ હજુ સુધી પ્રજાની સામે કેમ જાહેર કરવામાં આવ્યો નથી? અને જો તપાસ પૂર્ણ થઈ નથી તો તેનું કારણ શું છે જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી ભોજનિયામાં આ મામલે અગાઉ સામે આવેલા કાજુ કતરી, નાસ્તા, ભોજન, મિનરલ વોટર, મીઠાઈ સહિતના ખર્ચના બિલો અંગે પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા. આ બિલોની ખરાઈ કરવામાં આવી કે નહીં, સરકારી નાણાંનો નિયમસર ઉપયોગ થયો કે નહીં અને જો કોઈ ગેરરીતિ સામે આવી હોય તો તેના જવાબદાર સામે શું કાર્યવાહી થઈ? આ તમામ પ્રશ્નોના જવાબ આજે પણ પ્રજાને મળવાના બાકી છે. તેવા સવાલો સાથે વોર્ડ નં.16ના કોંગ્રેસના નગરસેવક ઇબ્રાહીમભાઇ સોરાએ વધુ એકવાર મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપીને ઢંઢોળ્યા છે.

જંગલેશ્ર્વર ડિમોલીશનમાં રજવાડી ભોજનીયામાં કાજુ કતરી, નાસ્તા, ભોજન, મિનરલ વોટર, મીઠાઈ સહિતના ખર્ચના બિલો અંગે પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા. આ બિલોની ખરાઈ કરવામાં આવી કે નહીં, સરકારી નાણાંનો નિયમસર ઉપયોગ થયો કે નહીં અને જો કોઈ ગેરરીતિ સામે આવી હોય તો તેના જવાબદાર સામે શું કાર્યવાહી થઈ? આ તમામ પ્રશ્નોના જવાબ આજે પણ પ્રજાને મળવાના બાકી છે. મુદ્દો જૂનો છે, પરંતુ પ્રજાના પ્રશ્નો આજે પણ જીવંત છે. તપાસની જાહેરાત કરવી એક બાબત છે અને તપાસના પરિણામને પ્રજાની સામે મૂકવું બીજી બાબત છે. જો તપાસ નિષ્પક્ષ રીતે થઈ છે તો તેનો અહેવાલ જાહેર કરવામાં કોઈ ખચકાવટ હોવી જોઈએ નહીં. અને જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવી નથી, તો તે પણ સ્પષ્ટપણે પ્રજાને જણાવવું જોઈએ. તેવી કોંગ્રેસની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *