મારા ઉતર્યાના 48 કલાકમાં ખેડૂત આંદોલન સંકેલાયું

    મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ…

 

 

મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા બાદ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે ખેડૂત આંદોલન, જેતપુર છાવણી અને આંદોલન તોડવાના કથિત પ્રયાસો અંગે બેબાક નિવેદનો આપ્યા હતા.
જણાવ્યુ હતુ કે, આંદોલન તોડવાનું કાવતરું અને બદનામ કરવાના પ્રયાસો થયા છે.

આંદોલન કોઈના ઈશારે કે ડાયરેક્શન હેઠળ તોડવામાં આવ્યું હોવાના સવાલ પર નિલેશ એરવાડિયાએ સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જે લોકોએ આંદોલન તોડવાના અને મને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો કર્યા છે, તેના વિશે મને અને ગુજરાતના ખેડૂતોને પહેલેથી જ ખબર હતી કે નિલેશ એરવાડિયા સ્ટેજ પરથી ઉતરશે એટલે 48 કલાકમાં સ્ટેજની વેલિડિટી પૂરી થઈ જશે. અને એવું જ બન્યું, મારા ઉતર્યા પછી 48 કલાકમાં પારણા થઈ ગયા.
મને બદનામ કરવા માટે કારસાઓ રચવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય સમય આવશે ત્યારે બધું જ સામે આવશે અને આ તમામ બાબતોના ખુલાસા થશે.

જેતપુર ખેડૂત સમિતિના સભ્યો હોસ્પિટલ ખાતે પારણા કરાવવા આવ્યા ત્યારે તેમણે ઈનકાર કેમ કર્યો તે અંગે વાત ક2તા તેમણે કહ્યું કે, સ્ટેજ પરથી એક મિત્ર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. છેલ્લા 1 મહિનાથી જે જગ્યાએ તપ અને મહેનત કરી છે, ખેડૂતો માટે લડત કરી છે, ત્યાંથી આવા શબ્દો સાંભળવા મળે ત્યારે સ્વાભાવિક રીતે લાગણી દુભાય છે. વાતાવરણ થોડું અસ્વસ્થ લાગતા અને ખેડૂત છાવણીને કોઈ છાંટા ન ઉડે તેવા શુદ્ધ હેતુથી જ તેમણે સ્વેચ્છાએ સ્ટેજ છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, છાવણી છોડ્યા બાદ પણ હોસ્પિટલના આઈસીયુ અને જનરલ રૂૂમમાં તેમના આમરણ ઉપવાસ સતત ચાલુ જ રહ્યા હતા
ખેડૂત આંદોલનના પાર્ટ 3 અંગે તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

તેમણે યાદ દેવડાવ્યું કે દિલ્હીની ટિકરી બોર્ડર પર 2.5 વર્ષ આંદોલન ચાલ્યું તેમાં પણ તેઓ 4.5 મહિના રોકાયા હતા અને અહીં જેતપુરમાં પણ પહેલા દિવસથી રામની ખિસકોલી બનીને નિષ્ઠાપૂર્વક લડત આપી છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે ગુજરાતના ખેડૂતો જાગૃત અને સંગઠિત થયા છે. હવે બાકી રહેલી માંગણીઓ માટે 18 વરણનું તમામ જ્ઞાતિ અને ધર્મને જોડતું એક મજબૂત અને બિનરાજકીય સંગઠન બનવું જોઈએ. આ સંગઠનના નેતા નિડર હોવા જોઈએ, જે કોઈના બાપથી ડરે નહિ અને સરકાર કે સલ્તનત સામે આંખ ઊંચી કરીને અવાજ ઉઠાવી શકે. ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને પોતાના આદર્શ માનતા એરવાડિયાએ સ્પષ્ટ કર્યું કે રાજનીતિની ભાષામાં માત્ર મીઠું બોલવાથી ક્યારેય આંદોલન સફળ થતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *