એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યો

મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે.…

મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે

ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પિતા-પુત્રના પરિવારજનોએ આ કાર્યવાહીને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે. મૃતક યતિષ પરમારના પત્ની કાજલબેન પરમારે જણાવ્યું કે તેમને દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર ગર્વ છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહીથી તેમના પરિવારજનોના આત્માને શાંતિ મળશે.
મૃતક સ્મિત પરમારના કઝીન અભિષેક પરમાર અને સાવન પરમારે પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે. પરિવારજનોએ જણાવ્યું કે આતંકવાદીઓ સામે લેવાયેલા આ પગલાંથી તેમને સંતોષ થયો છે. આ કાર્યવાહીથી તેમના પરિવારના શહીદ સભ્યોને સાચી શ્રદ્ધાંજલિ મળી છે.

ઓપરેશન સિંદૂર પહેલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ પછી ભારતે મંગળવારે રાત્રે 1:44 વાગ્યે 26 નિર્દોષ ભારતીયોની હત્યાનો બદલો લેવાનું શરૂૂ કર્યું હતું. નઓપરેશન સિંદૂરથ હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પંજાબના બહાવલપુરના અહમદપુર અને મુરીદકે અને પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મુ અને કાશ્મીર (પીઓકે)ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તારાજ કર્યા છે. સંરક્ષણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર નઓપરેશન સિંદૂરથ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને સંચાલન કરવામાં આવતું હતું. મોડી રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં સંરક્ષણ મુખ્યાલયના વોર રૂૂમમાંથી કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના હુમલા પછી સવારે 2:46 વાગ્યે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ભારત માતા કી જય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *