મોંઘવારીના મારથી પરિવારનું બજેટ ખોરવાયું

મિડલ ઈસ્ટ ની પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ અર્થ વ્યવસ્થાને માઠી અસર પહોંચી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાતો સાત સામાન્ય જન જીવન પર મોંઘવારીનો…

મિડલ ઈસ્ટ ની પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ અર્થ વ્યવસ્થાને માઠી અસર પહોંચી છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સાતો સાત સામાન્ય જન જીવન પર મોંઘવારીનો વ્યાપક માર પડ્યો છે અને તેમાં પણ ખાસ શાકભાજીના ભાવમાં જે ઉછાળો આવ્યો તેનાથી પરિવારનું બજેટ ખોળવાઈ ગયું છે. આ પરિસ્થિતિ પાછળ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસર અને સ્થાનિક સ્તરે ડીઝલની અછત મુખ્ય કારણભૂત મનાય છે. ડીઝલના ભાવ વધારાને લીધે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, રાજકોટ બહારથી આવતા શાકભાજીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ શાકભાજીના ભાવમાં પણ વધારો થતા ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે.

અગાઉ 30 થી 40 રૂૂપિયા પ્રતિ કિલો વેચાતા ટામેટાના ભાવ હાલમાં 60 રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ગવાર, જે અગાઉ 60 રૂૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો, તે હવે 80 રૂૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. આદુના ભાવ પણ 60 થી 70 રૂૂપિયાથી વધીને 100 રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. લીંબુના ભાવ 200 રૂૂપિયા પ્રતિ કિલોથી વધીને 250 થી 300 રૂૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. કોથમીરના ભાવ પણ 50-60 રૂૂપિયાથી બમણા થઈને 100 રૂૂપિયા સુધી પહોંચી ગયા છે. દૂરના વિસ્તારોમાંથી આવતા અન્ય શાકભાજીમાં પણ 10-20 રૂૂપિયાનો વધારો નોંધાયો છે.

આ ભાવ વધારાની બીજી મુખ્ય અસર ખેડૂતો પર પડી રહી છે. ખેડૂતોને ખેતી માટે અને તૈયાર પાકને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડવા માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ નથી. ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર અને અન્ય વાહનો દ્વારા શાકભાજીને સમયસર બજાર સુધી લઈ જઈ શકાતા નથી. આના પરિણામે, ખેતરોમાં તૈયાર થયેલો પાક બજાર સુધી પહોંચતા પહેલા જ સડી રહ્યો છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, લાઈનમાં ઊભા રહ્યા પછી પણ તેમને માંડ 5 લિટર ડીઝલ મળે છે, જે ગામડેથી આવવા-જવામાં જ વપરાઈ જાય છે. ખાતરની ઉપલબ્ધતામાં પણ સમસ્યાઓ છે, જેમાં વીઘે 1-2 થેલી જ મળે છે અને તેની પણ લાંબી કતારો તેમજ ભાવ વધારો જોવા મળે છે.

ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં ખેડૂતો માટે ડીઝલની વૈકલ્પિક વ્યવસ્થા કરવી, કૃષિ અને શાકભાજીના પરિવહન માટે ખાસ સુવિધાઓ ઊભી કરવી, જેથી પાક સડી ન જાય અને બજારમાં શાકભાજીનો પુરવઠો જળવાઈ રહે.

જૂનાગઢ રોડ અને ધોરાજી જેવા વિસ્તારોમાં ડીઝલની ભારે અછત હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું છે. એક ખેડૂતે ઉલ્લેખ કર્યો કે ફક્ત ત્રણ વાળા પાસેના પંપ પર જ ડીઝલ મળે છે, જ્યાં તેઓ 1000 રૂૂપિયાનું ડીઝલ ભરાવે છે, જ્યારે સામાન્ય પંપ પર 500 રૂૂપિયાનું જ ડીઝલ મળે છે. આ સંકટને પહોંચી વળવા અને ખેડૂતો તેમજ સામાન્ય ગ્રાહકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લેવા અત્યંત આવશ્યક છે.

સિંગતેલમાં ડબ્બે રૂા.10નો વધારો
વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના એક ડબ્બામાં આજે વધુ રૂૂ.10નો વધારો નોંધાયો છે, જેના કારણે તેનો ભાવ હવે રૂૂ.2800 સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. ફક્ત સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો નોંધાઈ રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂૂ.2660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલના ભાવમાં પણ સતત વધારો થતાં હવે તેનો ભાવ રૂૂ.2415ની આસપાસ પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલી સ્થિતિના કારણે ખાદ્યતેલના ભાવમાં અચાનક તેજી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *