શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં યુવતીએ અગમ્ય કારણોસર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલી વેલનાથપરા સોસાયટી શેરી નં.8માં રહેતી રાધીકા ચંદુભાઇ સારલા (ઉ.વ.25)નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. જયા તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બીડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવતીનુ નિવેદન નોંધવા અને તેણીએ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
