દિવાળીના તહેવારો પૂર્વે જ જામનગરની બજારોમાં ખરીદીની રોનક

જામનગરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં તહેવારની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દિવાળીના પર્વને આવકારવા માટે લોકો ઘરઆંગણાને…

જામનગરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં તહેવારની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દિવાળીના પર્વને આવકારવા માટે લોકો ઘરઆંગણાને સજાવવા રંગોળીના રંગો, સાથિયા, વિવિધ પ્રકારના સ્ટિકરો, દિવડા સહિતની સુશોભનની ચીજવસ્તુઓની ખરીદી કરવા નીકળી પડ્યા છે.

દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને બજારમાં રંગબેરંગી રંગોળીના કલર, આકર્ષક ડિઝાઇનના સાથિયા, ઘરનાં દરવાજા અને દીવાલો પર લગાવવાના સ્ટિકરો, માટીના દિવડા સહિતની વસ્તુઓની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘરોને રોશનીથી ઝળહળતા કરવા માટે ઇલેક્ટ્રિક લાઇટિંગની સીરીઝ, સ્ટાર અને વિવિધ પ્રકારનાં સુશોભનનાં સાધનોની પણ લોકો ખરીદી કરી રહ્યા છે.

દિવાળીને હવે માત્ર ચાર દિવસ બાકી હોવાથી બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક રોડ માંડવી ટાવર, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર રોડ, ડીકેવી સર્કલ, વિકાસ ગ્રહ રોડ, રણજીત નગર પટેલ સમાજ ચોક સહિત શહેરનાં મુખ્ય બજાર વિસ્તારોમાં તહેવારની ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. વેપારીઓમાં પણ દિવાળીની ખરીદીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બજારોમાં ધીમે ધીમે દિવાળીની રોનક છવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *