તળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડી

ભાવનગર જીલ્લિાના તળાજા એસ.ટી ડેપોની ગોપનાથ રૂૂટની બસમાં તળાજા થી બેસી પીથલપુર ની ટીકીટ લઈ ને ગઢુલા સુધી જવાનો આગ્રહ રાખનાર ઈસમને મહિલા કંડકટર એ…

ભાવનગર જીલ્લિાના તળાજા એસ.ટી ડેપોની ગોપનાથ રૂૂટની બસમાં તળાજા થી બેસી પીથલપુર ની ટીકીટ લઈ ને ગઢુલા સુધી જવાનો આગ્રહ રાખનાર ઈસમને મહિલા કંડકટર એ ત્યાંસુધી જવું હોયતો ફરજિયાત ટીકીટ લેવી પડશે. તેમ કહેતા આ વિસ્તારના પોતાને આગેવાન ગણાવતા ઇસમે આગેવાન ને શોભેતેવું આદર્શ વર્તન કરવાના બદલે દાદાગીરી ઉપર ઉતરી આવતા આખરે પોલીસ ને જાણકરતા મામલો દાઠા પોલીસ મથકે પહોચ્યાબાદ સમાધાન તો થયું પરંતુ નેતાગીરી કરવા બદલ એસ.ટી ને રૂૂ.7 ની ટીકીટ ના બદલે રૂૂ.3500/- ભરવા પડ્યા હતા.

તળાજા સહિત ભાવનગર એસ.ટી વિભાગ અને પીથલપુર વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટનાની સત્તાવાર સાધનો તરફ થી મળતી વિગતો મુજબ તળાજા થી ગોપનાથ જતી એસ.ટી.બસમાં બેસેલ એક મુસાફર એ પીથલપુર ની ટીકીટ લીધીહતી.તેઓ બસમાંથી ઉતર્યા ન હતા.આથી મહિલા કંડકટર એ તેઓને ઊતરવાનું કહેતા મુસાફર એ પોતાને આગળ ઉતરવું છે તેમ જણાવતા કંડકર એ ગઢુલા ની ટિકીટ લેવાનુ કહ્યુંહતું.આથી મુસાફર દ્વારા પોતે આ વિસ્તારના આગેવાન હોવાનો રૌફ છાંટવાનું શરૂૂ કરતાં મહિલા કંડકટર પણ હિંમત પૂર્વક પોતાની ફરજ બજાવવા અડગ રહ્યાહતા.

જોકે પોતાને રાજકીય આગેવાન ગણાવતા ઇસમને જ્યાં ઉતરવાનું હતું ત્યાંજ ઉતર્યા હતા તેમ છતાંય ઉતરતા મહિલા કંડકટર સાથે અશોભનીય વર્તન કર્યુંહતું. એટલું ઓછું હોય તેમ બસ ગોપનાથ થી પરતફરી ત્યારે પરિવાર જનોને લાવી ફરીને બખેડો કરતા કંડકટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવીહતી ને કંડકટર દ્વારા ફૌજદારી રાહે કાર્યવાહી કરવાનુ પોલીને જણાવતા આખરે પોતાને આગેવાન ગણાવતા ઇસમને ગોડફાધર નો સહારો લેવો પડ્યોહતો તો બીજી તરફ એસ.ટી વિભાગના અધિકારીઓ પણ દાઠા પોલીસ મથકે દોડી ગયા હતા મામલો કડક બનશે તેમ લાગતા રૂૂ.7 ની ટીકીટ માટે બખેડો કરનાર ને એસ.ટી ની નુકસાન ની ભરપાઈ માટે રૂૂ.3500/- ભરવા પડ્યા હતા.એસ.ટી ની મહિલા કંડકટર ની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા એસ.ટી કર્મીઓ.માટે પ્રેરણારૂૂપ હોવાનુ સૂત્રોએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *